Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જૂનાગઢમાં પેન્‍શનરોના પ્રશ્‍નો ઉકેલવા વડાપ્રધાનને રજૂઆત

 (વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા. ૨ : કચ્‍છ કાઠીયાવાડ ગુજરાત પેન્‍શનર સંગઠન અને મધુર સોશ્‍યલ ગળપ વતી એસ.એસ. ગુજરાતી અને અમીસ ગોસાઈએ ઈ.પી.એફ. ૯પ આધારીત લાખો પેન્‍શનરોને વર્ષોથી મામુલી પેન્‍શન મળતું હોવાથી વડાપ્રધાનને ફરિયાદ કરી છે.
મધુર સોશ્‍યલ ગળપ દ્વારા સપ્‍ટેમ્‍બર-૨૦૧૫થી સ્‍થાનીકથી લઈ કેન્‍દ્ર સરકાર સુધી નીરંતર રજુઆતો, માંગણીઓ કરી માતબર પેન્‍શનની માંગ કરી છે, પરંતુ તેનો કોઈ પ્રત્‍યુતર મળતો નથી. ઈ.પી.એફ.ઓ. નું અબજોનું ભંડોળ હોવા છતા પેન્‍શનમાં વધારો કરવામાં આવતો નથી. પેન્‍શરોના આ મુદે સાંસદ હેમા માલીનીએ મુખ્‍ય સંગઠક અશોક રાઉતજી અને તેની ટીમ સાથે મળી વડાપ્રધાનને આ અંગે બે વાર રજુઆત કરી, ત્‍યારે વડાપ્રધાને પેન્‍શન વધવું જ જોઈએ તેવું સૈઘ્‍ધાંતીક  સ્‍વીકાર કરી સંબધીત ખાતાઓને સુચના આપી હતી પરંતુ તેનો કોઈ પ્રત્‍યુતર આજદીન સુધી મળ્‍યો નથી, ઈં.પી.એફ.ઓ. ઓફિસરોના મનસ્‍વી વલણથી પેન્‍શનરોની મુશ્‍કેલી અને સરકારની પ્રતીષ્ઠા દાવ પર લાગી છે ત્‍યારે જો આગામી ચૂંટણીમાં જાહેરનામા પહેલા પેન્‍શન વધારાનો જવાબ નહિ મળે તો આજીવન ચંૂટણી મતદાનના બહિષ્‍કારની ચીમકી અપાઇ છે.

 

(1:02 pm IST)