Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

બગસરા પો.સ્‍ટે.નો ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

રાજુલાઃ અમરેલી  પોલીસ  અધિક્ષક  હિમકર  સિંહ નાયબ  પોલીસ  અધિક્ષક કે.જે.ચૌધરી માર્ગદર્શન આપેલ હોય, જે  અન્‍વયે રાજુલા પો.સ્‍ટેના  પો.ઇન્‍સ. શ્રી, એ.એમ.દેસાઇની સુચના  અને માર્ગદર્શન  નીચે રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ  સ્‍કોડના હેડ કોન્‍સ.બી.એમ.વાળા તથા બી.એસ.ચોવટીયા તથા રાજુલા સર્વેલન્‍સ ટીમ દ્વારા બગસરા પો.સ્‍ટે.માં ૧૧૧૯૩૦૦૯૨૨૦૧૨૪/૨૦૨૨ એટ્રોસીટી એકટ ૩(૧)(a),૩(૧)(r),૩(૧)(s),૩(૨)(v) તથા આઇ.પી.સી કલમ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના કામે પકડવાનો બાકી અને છેલ્લા ચારેક માસથી નાસતા ફરતાં આરોપી પ્રતાપભાઇ જગુભાઇ વાળા રહે.સરંભડા તા.જિ.અમરેલી વાળાને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે બગસરા પો.સ્‍ટે.ને સોપી આપેલ છે.(૩૦.૩)

 

ઉનામાં સાસરિયા દ્વારા કરિયાવર લાવવા મેણાટોણા મારીને પરીણિતાને ત્રાસ

ઉના તા. ર૦ :.. જીઇબી ખારામાં સાસરિયે પરીણિતાને પતિ, સાસુ, નણંદે કરીયાવર બાબતે મેણાટોણા મારી માનસીક ત્રાસ આપી લાકડી વતી માર મારી હાથમાં ફ્રેકચર કરી મારી નાખવાની ધમકી આપી હતી.

મહુવા તાલુકાનાં કતકપર ગામની સોનલબેન (ઉ.ર૬) નાં લગ્ન ઉનામાં જીઇબી ખારામાં ગણેશ મંદિર પાસે રહેતા કૌશીક જીવાભાઇ પરમાર રે. ઉના સાથે થયેલ હતાં અને સાસરીયા સાથે રહેતી હોય. તેમની સાસુ જયાબેન જીવાભાઇ, નણંદ પરિતાબેન જીવાભાઇ, પતિ કૌશીક જીવાભાઇએ અવાર નવાર તું માવતરથી કરીયાવરમાં કાંઇ લાવેલ નથી. મેણાટોણા મારી પતિને ઉશ્‍કેરતાં પતિ કૌશીક ઉશ્‍કેરાઇ જઇ લાકડી વતી માર મારતા જમણા હાથમાં ફ્રેકચર આવતા તથા સાસુ નણંદે, ઢીકાપાટુ, માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ ઉના પોલીસમાં નોંધાવી છે. હાલ પરીણિતા સારવાર હેઠળ છે.

(12:31 pm IST)