Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મોરબીના ગ્રામ્ય પંથકમાં થતી પશુધન ચોરી અટકાવવા તાત્કાલિક પગલાની માંગ

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ એસપીને લેખિત રજૂઆત કરી

મોરબી જીલ્લાના નવા સાદુળકા, સોખડા અને બેલા ગામમાં એક સપ્તાહમાં ચાર જેટલી દૂઝણી ભેંસોની ચોરી થઇ છે અને ગ્રામ્ય પંથકમાં પશુધન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક પગલા લેવા જીલ્લા એસપીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જીલ્લા એસપીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગ્રામ્ય પંથકમાં પશુધન ચોરીના બનાવો વધી રહ્યા છે સામાન્ય રીતે એક ભેંસની કીમત ૮૦,૦૦૦ થી એક લાખ જેટલી હોય છે અને માલધારીના આજીવિકાનું મુખ્ય સાધન છે ભેંસ ચોરાઈ જતા પરિવાર નિરાધાર બની જાય છે પશુધન ચોરી કરતા લોકો બોલેરો જેવા વાહનમાં પશુ લઇ જતા હોય છે જેથી પોલીસ પેટ્રોલિંગ વધુ કડક બનાવી પશુ સાથે નીકળતા વાહનોની અટકાયત કરી પશુ કોને છે અને ક્યાં લઇ જવાય છે તેની પૂછપરછ કરવી જોઈએ
પશુધનની ચોરી કરનાર ખાસ ટોળકી એક્ટીવ બની હોય જેથી તાલુકા અને શહેરના પશુપાલકો વસાહતો પાસે ખાસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ વધારવું જોઈએ અને તાત્કાલિક પગલા ભરીને પશુ ચોરીના બનાવો અટકાવવા માંગ કરી છે.

(12:51 am IST)