Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના પ્રભારી જેઠાભાઈ મિયાત્રાનો આજે જન્મદિન: અભિનંદન વર્ષા

આહિર સમાજના અનેક સામાજિક, સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ અને સેવાકાર્યોમાં અગ્રેસર જેઠાભાઇ મોરબી સ્ટેટ કોઓપરેટીવ અગ્રો બેંકના વાઇસ ચેરમેન તરીકે કાર્યરત

મોરબી ભાજપ પક્ષમાં એક સક્રીય કાર્યકર તરીકે જોડાયા બાદ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ પ્રમુખ તરીકે ઉલ્લેખનીય સેવાઓ આપ્યા બાદ વર્તમાનમાં કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના પ્રભારી તરીકે સેવાઓ આપતા મોરબીના જેઠાભાઈ રમુભાઈ મિયાત્રાનો આજે જન્મદિવસ છે.

તેઓ રાજકારણમાં સક્રિય હોવાની સાથે સાથે મોરબી આહિર સમાજના પણ અગ્રણી છે. અનેક સામાજિક, સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈ તેઓ સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે. થ્રી સ્ટાર હોટલ સહિત હોટલો અને કલર વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. ઉપરાંત મોરબી સ્ટેટ કોઓપરેટીવ અગ્રો બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ સેવાઓ પુરી પાડી રહ્યા છે. વિશાળ મિત્રવર્તુળ ધરાવતા જેઠાભાઇના મો 9067044444 પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:20 am IST)