Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અષાઢી બીજના દિવસે રાજ્યના 146 તાલુકાઓ પર હેત વરસાવતા મેઘરાજા

રાજકોટના લોધીકા પંથકમાં 2 કલાક માં 4 ઇંચ અનરાધાર વરસાદ :દીઓદરમાં 2 કલાક માં 2.5 ઇંચ ખાબક્યો

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી) અષાઢી બીજ નું મહુરત સાચવતા હોઈ તેમ આજે રાજ્ય ના 146 તાલુકાઓ માં 1 મિમિ થી લઇ 115 મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.મેઘરાજાએ સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો માં હેત વરસાવ્યું છ.

    ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર  આજે સવાર ના  6 વાગ્યા થી લઇ આજે રાત્રી ના 8 વાગયા સુધી રાજ્ય ના વિવિધ  વિસ્તારોમાં  નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો લોધીકા 115 મિમિ,ઓલપાડ 105 મિમિ,પારડી 97 મિમિ,ડોલવણ 92 મિમિ,વલસાડ 84 મિમિ,પલસાણા 79 મિમિ,તો ગોંડલ 788 મિમિ વરસાદ નોંધાયેલ છે.
   આ ઉપરાંત ખેરગામ 72 મિમિ,વલભીપુર 68 મિમિ,મેંદરડા 66 મિમિ,દીઓદર  અને કાલાવડ 65-65 મિમિ,વાપી 55 મિમિ,બારડોલી 53 મિમિ,ઉમરગામ 51 મિમિ તો જેતપુર અને વંથલી 50-50 મિમિ,જલાલપોર અને ચીખલી 42-42 મિમિ,નવસારી અને રાજકોટ 40-40 મિમિ વરસાદ નોંધાયો છે.
   જયારે ધોરાજી ભાભર અને ભાવનગર 39-39 મિમિ ,જામકંડોરણા 37 મિમિ,તથા ચોર્યાસી,સુબીર,જૂનાગઢ સીટી,ગઢડા,ગીર-ગઢડા ,તથા વાલોર 36-36 મિમિ તો વ્યારા,તાલાળા,માંડવી અને ઉના 35-35 મિમિ કપરાડા 34 મિમિ કોડીનાર 31 મિમિ સુરત સીટી 30 મિમિ અમીરગઢ અને ધરમપુર 29-29 મિમિ,માણાવદર 28 મિમિ,અને ગણદેવી 25 મિમિ વરસાદ નોંધાયો છે.
   આ ઉપરાંત રાજ્ય ના અન્ય 102 તાલુકાઓ માં 1 મિમિ થી લઇ 24 મિમિ સુધી નો હળવો વરસાદ નોંધાયો છે. આ લખાય રહ્યું છે ત્યારે કે એટલે કે રાત્રી ના 10 કલાકે રાજ્ય ના કેટલાક વિસ્તારો માં મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે .

 

(10:23 pm IST)