Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દ્વારકાના કુરંગા સ્થિત RSPL (ઘડી) કંપની દ્વારા CSR Activity અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર ની ૩૬ જેટલી શાળાઓ તથા ૧૨ જેટલા ગામોમાં સેવાકીય વિવિધ પ્રવૃત્તિ

દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના કુલ ૧૨ જેટલા ગામડાઓમાં ફૂલ બોડી ચેક-અપના નિશુલ્ક કેમ્પ તથા ૩૬ જેટલી શાળાઓ ના બાળકો માટે નિશુલ્ક આઇ ચેક અપ કેમ્પનું આયોજન

દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિર આર.એસ.પી.એલ ઘડી કંપની એ RSPL વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા CSR એક્ટિવીટી અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના કુલ ૧૨ જેટલા ગામડાઓ માં ફૂલ બોડી ચેક-અપ ના નિશુલ્ક કેમ્પ તથા ૩૬ જેટલી શાળાઓ ના બાળકો માટે નિશુલ્ક આઇ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના સમયગાળા દરમિયાન તથા ભૂતકાળ માં પણ આર.એસ.પી.એલ કંપની દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.ત્યારે કોરોના ના સમયગાળા માં ઓનલાઇન ક્લાસ અને ગેમ્સ ને કારણે અનેક બાળકો ની આંખો મા નુકશાન થયું છે અને ઉલેખનીય છે કે કોરોના મહામારી ના સમય ગાળા દરમિયાન અનેક પરિવારો ની આર્થિક સ્થિતિ પણ નબળી થવા ને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું હતુ તેને ધ્યાને લઇ અને આર.એસ.પી.એલ ઘડી કંપની દ્વારા દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના ૧૨ જેટલા અલગ અલગ ગામો માં ફૂલ બોડી ચેક અપ માટે તથા ૩૬ જેટલી અલગ અલગ શાળા ઓના બાળકો માટે આઇ ચેક માટે ના નિશુલ્ક કેમ્પ નું આયોજન કરતા આ તકે અનેક ગામના આગેવાનો અને શાળા ના શિક્ષકો દ્વારા આર.એસ.પી.એલ ઘડી કંપની તથા કંપનીના કર્મચારી હરીશભાઈ રામચંદાણી , રવીન્દ્રભાઇના સાહુ તથા વિશાલભાઈ અજારાનો આભાર વ્યક્ત કર્યો હતો.

(9:11 pm IST)