Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

યાત્રાધામ દ્વારકાના દરિયા કિનારેથી નજીક શંકાસ્પદ ચીજ મળતા ખળભળાટ

સનસેટ પોઇન્ટ પાસેથી મળી શંકાસ્પદ ઇલેક્ટ્રિક વસ્તુ:સંદિગ્ધ વસ્તુની જાણ થતાં દ્વારકા પોલીસ ઘટના સ્થળ પર દોડી : દરિયા કિનારે યાંત્રિક ઉપકરણ જેવી વસ્તુને પોલીસે કબ્જે લીધી : ઝીણવટભરી તપાસ શરૂ

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : યાત્રાધામ દ્વારકાના દરિયા કિનારેથી નજીક શંકાસ્પદ ચીજ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ દ્વારકા ના સનસેટ પોઇન્ટ પાસેથી શંકાસ્પદ ઇલેક્ટ્રિક વસ્તુ મળી આવી છે, આ સંદિગ્ધ વસ્તુની જાણ થતાં દ્વારકા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ  છે, દરિયા કિનારે યાંત્રિક ઉપકરણ જેવી વસ્તુને પોલીસે કબ્જે લઇને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે,

   
(9:47 pm IST)