Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ભાવનગરમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો: અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો : ધોધમાર વરસાદ વરસતા ચોતરફ પાણીની રેલમછેલ

ભાવનગર : ભાવનગર શહેરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી આજે સાંજે વરસાદ પડ્યો છે. બપોર સુધી 41 ડિગ્રી ગરમી બાદ સાંજે પાંચ વાગ્યે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને સતત બે કલાક સુધી શહેરમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો શહેરમાં ભારે પવન વચ્ચે બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ચોતરફ પાણી ફરી વળ્યાં હતા, શહેરના અનેક નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા,

(8:31 pm IST)