Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરની ખાનગી કંપનીએ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા કાર અને સ્કૂટર ભેટમાં આપ્યાં

કંપનીમાં 176 કર્મચારીઓ છે, 2 કર્મચારીઓને મારુતિ સુઝુકીની સ્વીફ્ટ કાર અને 5 કર્મચારીઓને હોન્ડા એક્ટિવા આપ્યા

જામનગર  બ્રાસસીટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ઉધોગની કેટલીક કંપનીઓ કર્મચારીઓની મહેનતથી સફળતાની શિખર સુધી પહોચી છે. આવી જ એક ખાનગી બ્રાસની ખાનગી કંપની દ્વારા કર્મચારીઓને કંપનીના વર્કર નહી પરંતુ પરીવારના સભ્યો માનીને તેમને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. કોઈ તહેવાર, પ્રસંગ વગર કંપનીના કર્મચારીઓને વાહનની ભેટ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા.

જામનગરની ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ કંપની કે જે વર્ષ 2003થી કાર્યરત છે. આ કંપની બ્રાસ કંપોનેન્ટ નું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને વર્ષ 2003થી 2022 સુધીમાં કંપનીના વધુમાં વધુ ટર્ન ઓવર થતા કંપની દ્વારા કર્મચારીઓને ગિફ્ટ સ્વરૂપે બે કાર અને પાંચ સ્કૂટર આપવામાં આવ્યા હતા. કંપનીનો એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. આ કંપનીમાં 176 કર્મચારીઓ છે, અને તેમાંથી 2 કર્મચારીઓને મારુતિ સુઝુકીની સ્વીફ્ટ કાર અને 5 કર્મચારીઓને હોન્ડા એક્ટિવા આપવામાં આવી હતી.

જેમાં કર્મચારી સિદ્ધાર્થ ગુપ્તા અને સુનિલ પટેલને સ્વીફ્ટ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી. અને કર્મચારી કૌશિક હરસોડા, દેવશી ભેંસદડીયા, કારુંભાઈ ભટ્ટ, ઉમેશ સોનેરી અને દિપાલી ગોસ્વામી ને એક્ટિવા સ્કૂટર ગિફ્ટ માં આપી અનોખી રીતે સન્માનિત કરાયા હતા. કંપનીના મુખ્ય કેડરના કર્મચારીઓને આ ગિફ્ટ સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરાયા હતા. કંપનીના ઓનર કે.કે.પટેલ, રાજ પટેલ અને મગનભાઈ પટેલ એ વર્ષ 1990 માં બ્રાસ ક્ષેત્રે જોડાયા હતા. જે વર્ષ 2003માં ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત કરી હતી. અને કર્મચારીઓની મહેનતથી આ કંપની દિવસ, માસ કે વર્ષમાં નફામાં જ ચાલતી હોવાથી કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન અને જોમ-જુસ્સો વધારવા માટે એવોર્ડ કાર્યક્રમ યોજ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિવાળી જેવા તહેવારો પર કંપનીઓ બોનસ સ્વરૂપે કર્મચારીઓની કામગીરી બિરદાવતી હોય છે પરંતુ જામનગરની આ પ્રથમ એવી ખાનગી કંપની છે કે જેણે કોઈ વાર કે તહેવાર જોયા વગર જ કર્મચારીઓને વહિકલ્સ ગિફ્ટમાં આપી પ્રોત્સાહિત કર્યા છે.

કર્મચારીઓને મોંધી કારની ભેટ આપીને કર્મચારીઓને પ્રોત્સાહીત કરવાનો વિચાર કંપની માલિકોને આવ્યો. કંપનીના જનરલ મેનેજર વિમેશ મહેતાએ જણાવ્યુ બ્રાસ ઉઘોગમાં હાલના સમયે અનેક પડકારો વચ્ચે પણ કંપનીએ સારુ ટર્નઓવર કર્યુ છે. એક તરફ કાચા-માલના વધતા ભાવ, હરીફાઈ અને છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે ઉઘોગને મોટો ફટકો પડયો આ બધાય પડકારો વચ્ચે પણ કંપનીના કર્મચારીઓ પરીવારના સભ્યોની લાગણી દર્શાવીને નિષ્ઠાપુર્વક મહેનત કરતા આ પરીણામો મળ્યા છે. કંપની સફળતાનો શ્રેય કર્મચારીઓને મળવો છે. તે માત્ર શાબ્દીક ના રહે તે માટે કર્મચારીઓને પણ સફળતાના ભાગીદાર બનવવા માટે કર્મચારીઓને કાર, સ્કૂટર આપીને તેમના કામને બીરદાવવામાં આવ્યા.

   
 
   
(11:47 pm IST)