Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આઇપીએલ મેચમાં ઓનલાઇન સટ્ટો રમાડતા ધોરાજીનો યુવાન ઝડપાયો

જેતપુર રોડ પર આવેલા પાર્ટી પ્લોટ પાસે ટાટા આઇપીએલ મેચમાં ઓન લાઇન પ્રસારણ મુજબ સ્કોર જોઈ ફોનમાં આઇડી દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી અન્ય લોકોને રમાડતા ઝડપાયો.

ધોરાજી : ધોરાજીમાં ipl 2022 ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો  રમાડતા યુવાનને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યો હતો
ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલ અને સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર રોડ પર આવેલા પાર્ટી પ્લોટ પાસે ટાટા આઇપીએલ મેચમાં ઓન લાઇન પ્રસારણ મુજબ સ્કોર જોઈ ફોનમાં આઇડી દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી અન્ય લોકોને રમાડતા ઝડપાયો હતો. ઝડપાયેલ યુવક રવિભાઈ જગદીશભાઈ લુણાગરિયા (રે. સત્યનારાયણ પાર્ક, ધોરાજી વાળા) ને મોબાઈલ અને રોકડ કુલ મળી ૧૧,૩૬૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

   
(10:33 pm IST)