Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કારમાં કચ્છથી માળીયા તરફ આવતો દારૂનો જથ્થો ઝડપી લેતી માળીયા પોલીસ.

મહિન્દ્રા લોગાન કાર સહિત 2.83 લાખના મુદ્દામાલ સાથે જામનગરી શખ્સ સકંજામાં

મોરબી : કચ્છથી માળીયા તરફ કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે નેશનલ હાઇવે ઉપર હરીપર ગામના પાટીયા પાસેથી જામનગરના શખ્સને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ૨.૮૩ લાખના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા પ્રોહી-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા ખાસ ઝુંબેશ રૂપે કામગીરી કરવા સૂચના આપવામાં આવતા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ સાહેબ સીપીઆઇ મોરબી પી.એચ.લગધીરકાના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઇ બી.ડી.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ચુડાસમાને બાતમી મળેલ કે,એક ગ્રે કલરની મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કાર જેના રજી.નં-MH-01-AE-9553 વાળીમા ઇંગ્લીશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે.
આ સચોટ બાતમીને પગલે માળીયા પોલીસે વોચ ગોઠવતા નેશનલ હાઇવે ઉપર હરિપર ગામના પાટિયા નજીક ઉપરોક્ત વર્ણનવાળી કાર પસાર થતા અટકાવી તલાશી લેતા આરોપી સાહીલ ફિરોઝભાઈ મોદી, રહે.જામનગર પિંજારાવાસ, રણજીતસાગરરોડ નંદનવન સોસાયટીની બાજુમાં વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૧૬૮ કિંમત રૂપિયા ૬૩,૦૦૦ મળી આવતા પોલીસે એક ઓપો કંપનીનો રેનો 6PRO,મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૨૦ હજાર તેમજ મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કાર કિંમત રૂપિયા ૨ લાખ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

   

(9:58 pm IST)