Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબીમાં રેવા ટાઉનશીપમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત.

સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર છતના હુંક વડે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના રેવા ટાઉનશીપમાં રહેતા ગમારા પરીવારની ૧૭ વર્ષની સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે

એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ફડસર ગામના વતની અને હાલ રેવા ટાઉનશીપ બી ૧ બિલ્ડીંગ ૧૦૩/૦૧ માં રહેતા શીતલબેન બુટાભાઈ ગમારા (ઉ.વ.૧૭) નામની સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર છતના હુંક વડે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી સગીરાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(9:52 pm IST)