Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પીજીવીસીએલ દ્વારા ૭ દી'માં બોટાદ-માંગરોળમાં મોટી રકમની વિજ ચોરી પકડાઇ : લાખો રૂપિયાના બીલો ફટકારાયા

રાજકોટ,તા.૨: બોટાદ ડીવીઝન હેઠળના બોટાદ ટાઉન-૨ સબ ડીવીઝન ના વીજ ગ્રાહક ઇન્‍દુલાલ એન. પટેલ ના કારખાનાનું વીજ જોડાણ ચકાસતા કુલ ૮૧.૦૭ KW લોડ જોડેલ હતો. વિશેષ ચકાસણી કરતાં મીટર પેટી ઉપરના સીલ સાથે ચેડા જણાયેલ અને ટર્મિનલ કવરનું સીલ હયાત ન હતું. આ મીટર તા. ૨૨/૪ના રોજ મીટર ટેસ્‍ટીંગ લેબમાં ગ્રાહકની હાજરીમાં વિશેષ ખરાઈ કરતાં મીટર સાથે ચેડા કરવામાં આવેલ હોવાની જાણ થતા પીજીવીસીએલ દ્વારા ગ્રાહકને અંદાજે રૂ. ૯૩ લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે. આ કેઈસની તપાસ કાર્યપાલક ઈજનેર એ.એન.જીવાણી, નાયબ ઈજનેર એ.એન.પરમાર, કે.પી.હાલાણી તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ.જ્‍યારે માંગરોળ ડીવીઝન હેઠળના ચોરવાડ સબ ડીવીઝનના વિસ્‍તારમાં વીજ ગ્રાહક માલદે મેરામણ કાતરિયા ના ફ્‌લોર મિલ/ધંટીના વીજ જોડાણની તા. ૨૩/૦૪ના રોજ તપાસણી કરતાં કુલ ૬.૪૧ KW લોડ જોડવામાં આવેલ. આ વીજ જોડાણ પાસે આવેલ એલ.ટી. પોલ ઉપરથી વધારાનો કેબલ લગાડી સીધો વીજ વપરાશ સાથે જોડી મીટર બાયપાસ કરી વીજચોરી કરતાં રંગે હાથે પકડાઈ ગયેલ. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકને આશરે રૂ. ૫ લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ. આ કેઈસની તપાસ નાયબ ઈજનેર કે.એન.સાંખરા તથા જુનીયર ઈજનેર એ.પી.રાયચુરા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ. 

(4:05 pm IST)