Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભાણવડ નજીક ટેન્‍કરમાંથી ગેરકાયદેસર રીતે ઇંધણ કાઢી લેતા ત્રણ સામે ફરીયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર : ભાણવડથી આશરે વીસ કિલોમીટર દુર મોરઝરથી ચોખંડા તરફ જતા માર્ગે આવેલી એક હોટલ પાસેથી જી.જે. ૦૩ એ.ડબલ્‍યુ ૪૩૧૭ નંબરના એક ટેન્‍કરના ચાલક અને વિજય પેટ્રોલ પંપમાં છેલ્લા આશરે ત્રણ દાયકાથી ફરજ બજાવતા રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પ્રભાતસિંહ દાદભા ચુડાસમા નામના શખ્‍સ દ્વારા યેનકેન પ્રકારે ટેન્‍કરના વાલ્‍વની પેટીની તાળાની ચાવી ડુપ્‍લીકેટ બનાવી, ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ મિત લખમણભાઇ મારૂ અને હિરેન લખમણભાઇ મારૂ નામના અન્‍ય બે શખ્‍સોની મદદગારી મેળવીને ડુપ્‍લિકેટ ચાવી વડે ટેન્‍કરમાંથી ૪૦ લીટર પેટ્રોલ તથા ૪૦ લીટર  ડીઝલનો જથ્‍થો કાઢી લવામાં આવ્‍યો હોવાનું ખુલવા પામ્‍યું છે.

જે સંદર્ભે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રહીશ વૃજલાલ ઉર્ફે શાંતિલાલ ગોરધનભાઇ ચાંગેલાની ફરીયાદ પરથી ભાણવડ પોલીસે ઉપરોકત ત્રણેય શખ્‍સો સામે આઇ.પી.સી.કલમ ૪૦૮, ૪૬ર, તથા ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરણિતાને ત્રાસ ત્રણ સામે ફરીયાદ

ખંભાળિયામાં કુંભારપાડા વિસ્‍તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બાજુમાં રહેતી અને  શૈલેષભાઇ નવરંગલાલ સાતા નામના વિપ્ર બ્રાહ્મણની ર૩ વર્ષીય પરીણીત પુત્રી નિરાલીબેન દર્શનભાઇ એનન ેતેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના મોરબીના જેલ રોડ વિસ્‍તારમાં રહેતા પતિ દર્શન હર્ષદભાઇ એન.સસરા, હર્ષદભાઇ નારણદાસ અને તથા સાસુ પુજાબેન દ્વારા મેણા-ટોણા મારી, બિભત્‍સ ગાળો કાઢી, મારકુટ કરીને ત્રાસ આપવા સબબ અહીના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઇ.પી.સી. કલમ ૪૯૮ (એ) ૩ર૩, પ૦૪ થતા ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધવામાં આવ્‍યો છે.

સલાયામાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર દરોડો : છ ઝડપાયા, મહિલાની શોધખોળ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જકાતનાકા વિસ્‍તારમાં રહેતા ઝરીનાબેન નુરમામદ ભગાડ નામના મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, લૂંડો રમતના સાધનો વડે રમતા આંકડાકીય જુગારના અખાડા પર ગત મોડી સાંજે એલ.સી.બી. પોલીસે દરોડો પાડયો હતો. આ સ્‍થળેથી જુગાર રમી રહેલા આમીન હાસમ ભગાડ, અકબર સિદ્દીક ભાયા, સલીમ અબ્‍દુલ સંઘાર, સલીમ આલી ભગાડ, હમીદ હાસન ભાયા અને અવેશ મામદ સુરાણી નામના છ શખ્‍સોને ઝડપી લેવામાં આવ્‍યા હતા.

આ સ્‍થળેથી પોલીસે રૂપિયા ૧૦,૮પ૦ રોકડા તથા રૂપિયા ૮,પ૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન રૂા.રપ હજારની કિંમતની એફ મોટરસાયકલ, રૂપિયા પ૦૦ ની કિંમતનું કેરમબોર્ડ ઉપરાંત બેનર, કુકરી, પાસો વિગેરે મળી કુલ રૂપિયા ૪૪,૮પ૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સ્‍થળે લુડો રમતનો જુગારની અખાડો ચલાવનાર, ઝરીના નુરમામદ ભવાડ મળી ન આવતા આ સમગ્ર પ્રકરણ અંગે એલ.ીસ.બી.ના હેડ કોન્‍સ્‍ટેબલ જેસલસિંહ જાડેજાની ફરીયાદ પરથી સલાયા મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીધેલો બાઇક ચાલક ઝડપાયો

ખંભાળિયાના શકિતનગર વિસ્‍તારમાં એક મંદિર પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે.૦૩ ઇ.પી.૪૧૩૯ નંબરનું મોટરસાયલ લઇને નીકળેલા અત્રે આંબાવાડી સ્‍કુલની બાજુમાં રહેતા રાજેશ ઉર્ફે ધીરૂ સવજી કણજારીયા નામના પ૦ વર્ષીય શખ્‍સને પોલીસે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ઓખામાં રખડતો ભટકતો ઝડપાયો

ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્‍તારમાં રહેતા કરીમ હારૂન ચાવડા નામના ર૦ વર્ષના શખ્‍સને પોલીસે મોડી રાત્રીના સમયે ઓખાના બસ સ્‍ટેશન ચોક પાસેથી દુકાનોના તાળા તપાસતો શંકાસ્‍પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી.એકટની કલમ ૧રર (સી) મુજબ કાર્યવાહી કરી હતી.

(2:15 pm IST)