Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરમાં ગીરવે મુકેલ સોનુ છોડાવી આપવાના નામે છેતરપીંડી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કિરીટભાઈ મહેન્‍દ્રભાઈ રાધનપુરા, રે. ભંગાર બજારની સામે આકાશગંગા કોમ્‍પ્‍લેક્ષ બ્‍લોક નં.-એ-૭, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૩-ર૦રરના બપોરથી તા.૪-૩-ર૦રર ના સવારના અગિયાર વાગ્‍યા સુધીમાં ચાંદીબજાર શીતળા માતાજીના મંદિરની બાજુમાં, જે.પી.હોલમાર્કની અંદર, ભભમયુર જવેલર્સભભ નામની  સોનાની દુકાને જામનગરમાં આરોપીઓ ઈકબાલભાઈ ઈબ્રાહીમભાઈ ખીરા, વસીમભાઈ ખીરા, રે. જામનગરવાળા પોતાનું મુથટ ફાઈનાન્‍સમાં ગોલ્‍ડલોનમાં ર૯૧ ગ્રામ સોનું ગીરવે પડેલ હોય તે છોડાવવા માટે ફરીયાદી કિરીટભાઈને રૂપિયા ભરી સોનુ છોડાવી કમીશન આપવાની વાત કરી ફરીયાદી કિરીટભાઈને વિશ્‍વાસમાં લઈ ફરીયાદી કિરીટભાઈ સહમત થતા ફરીયાદી કિરીટભાઈએ આરોપી ઈકબાલભાઈ ખીરાના આઈ.સી.આઈ.સી.આઈ. ના બેન્‍ક એકાઉન્‍ટ ૭૭૭૭૦૧૮૩૧૯૮૮ માં રોકડા રૂ.૮,૦૦,૦૦૦/- જમા કરાવતા જે રૂપિયા મુથુટ ફાઈનાન્‍સસમાં આર.ટી.જી.એસ. થી ટ્રાન્‍સફર કરાવી આરોપી ઈકબાલભાઈને સોનુ છોડાવી ફરીયાદી કિરીટભાઈને આપવાનું હતું પરંતુ તેના બદલે આરોપી ઈકબાલભાઈએ કટકે કટકે પોતાની પ્રિન્‍સ ઈલેકટ્રોનીકસ એન્‍ડ મોબાઈલની પેઢીના એકાઉન્‍ટ નં. ૦ર૦પ૦પપ૦૩૯૭૯માં ટ્રાન્‍સફર કરાવી લેતા ફરીયાદી કિરીટભાઈને જાણ થતા ફરીયાદી કિરીટીભાઈએ આરોપી ઈકબાલભાઈને તેમજ વસીમ ખીરા નો કોન્‍ટેક કરતા આરોપીઓએ કહેલ કે હવે અમારા ખાતામાં રૂપિયા જમા થઈ ગયેલ છે તમારે જે થાય તે કરી લો રૂપિયા પરત નહીં મળે તેમ કહી આરોપીઓએ રૂપિયા ૮,૦૦,૦૦૦/- પરત ન આપી ફરીયાદી કિરીટભાઈ સાથે વિશ્‍વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

 એજન્‍ટે બ્રાસનો માલ બારોબાર ઓળવી જઈ વિશ્‍વાસઘાત કર્યાની રાવ

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અતુલભાઈ ગંગદાસભાઈ કાછડીયા, ઉ.વ.૪૯, રે. રઘુવીર સોસાયટી-૧, જનતા ફાટકની બાજુમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૧૦-ર૦૧૮ ના જી.આઈ.ડી.સી. ફેસ-ર માં પ્‍લોટ નં.૩૪૮-૩૪૯- બી માં સુપર ઈમ્‍પેક્ષ પેઢી, જામનગરમાં આરોપી શરદકુમાર તરસેમચંદ અગ્રવાલ, રે. અંબાલા, (હરીયાણા) વાળા એ જુદી જુદી પેઢીના બ્રાસ રોડના માલની ખરીદી કરી ટ્રેડીંગનો ધંધો કરતા હોય જેમાં પોતાની ગૌર મેટલસ(બદી) નામની પેઢીના પ્રોપરાઈટર તરીકે ફરીયાદી અતુલભાઈએ પોતાની સુપર ઈમ્‍પેક્ષ

પેઢીના બ્રાસના રોડ ખરીદવા એજન્‍ટ તરીકે નીમેલ અને તેઓએ વર્ષ ર૦૧૭ ની સાલમાં ગૌરી મેટલના નામે કુલ રૂયિપા ૬૦,૧૩ર૦પ/- ના બ્રાસના રોડ ખરીદ કરી અને તેના વેચાણ બીલના નાણા નહીં ચુકવી ફરીયાદી અતુલભાઈનો બ્રાસ રોડ બારોબાર ઓળવી જઈ તેની સાથે વિશ્‍વસાઘાત કરી ગુનો કરેલ છે.

લાઈટ રીપેર કરવાની પાડતા માર માર્યાની રાવ

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કિશોરભાઈ અરવિંદભાઈ નાખવા, ઉ.વ.ર૯, રે. શંકરટેકરી, સુભાષપરા શેરી નં.ર, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૪-ર૦રરના ફરીયાદી કિશોરભાઈ એ પોતાના ઘરે લાઈટ ગયેલ હોય ઈલેટ્રીક પાવર આવતો ન હોય ફરીયાદી કિશોરભાઈ પોતે ઈલેકટ્રીક રિપેરીંગનું કામ કરતા હોય તેથી થાંભલા પર ચડી રીપેરીંગ કરતા હતા તે સમયે આરોપી લખમણ ધનાભાઈ એ લાઈટ રીપેરીંગ કરવા કહેતા ફરીયાદી કિશોરભાઈએ લાઈટ રીપેરીંગ કરવાની ના કહેતા આરોપીઓ બાબુભાઈ ધનાભાઈ, કાનભાઈ ધનાભાઈ, લખમણ ધનાભાઈ, વસરામ ધનાભાઈ, રે. જામનગરવાળા એ એક સંપ કરી ફરીયાદી કિશોરભાઈને ગાળો આપી લોખંડનો પાઈપ અને લાકડાના ધોકાથી માથામાં ગંભીર ઈજા કરતા જાન થી મારી નાખવા ની ધમકી આપતા એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કરેલ છે.

હાથ ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા મારમાર્યની રાવ

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મીલન હરીશભાઈ કામોઠી, ઉ.વ.૩પ, રે. બિલ્‍ડીંગ નં.૯, ફલેટ નં.૧૦૮, આર.ટી.જાડેજા એસ્‍ટેટ ગુરૂદ્વારા ચોકડી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-પ-ર૦રરના  આરોપી પ્રફુલ સોઢા, રે. જામનગરવાળા એ ફરીયાદી મીલનભાઈને પૈસા લેવા માટે પોતાના ઘર પાસે બોલાવેલ અને ફરીયાદી મીલન નવાગામ ઘેડ, ઈન્‍દીરા સોસાયટીમાં આવેલ આદીતી ટેઈલર નામની દુકાન પાસે, જામનગરમાં આરોપી પ્રફુલ સોઢા પાસે પોતે આપેલ રોકડા રૂપિયા પ૦૦૦/- હાથ ઉછીના માંગતા આરોપી પ્રફુલ સોઢા એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી મીલનને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલી લોખંડના પાઈપ વડે ફરીયાદી મીલનને ડાબા કાનના ભાગે એક ઘા મારી ટાકા જેવી ઈજા પહોંચાડી, જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

લીંડીબજાર માંથી મોટરસાયકલ ચોરી થયાની રાવ

 સીટી એ પોલીસ સ્‍ટેશનમાં અબ્‍દુલ ઉર્ફે અબ્‍દુલસતાર નગીનાવાડીવાલા, ઉ.વ.૬૧, રે. લીંડીબજાર, કમાગર મસ્‍જિદ પાસે, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-૧-ર૦રરના લીંડીબજાર, કમાગર મસ્‍જિદ પાસે, જામનગરમાં ફરીયાદી અબ્‍દુલ ઉર્ફે અબ્‍દુલસતાર એ પોતાનું સીલ્‍વર કલરનું હોન્‍ડા સાઈન જેના રજી.નં. જી.જે.-૧૦-બી.એફ.-૭૦૩૮, કિંમત રૂ.૧૦,૦૦૦/- નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દરેડ ગામે જુગાર રમતા નવ ઝડપાયા

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-પ-ર૦રરના દરેડગામ મસીતીયા રોડ ઈકબાલભાઈની ઓરડીની બાજુમાં આરોપી કુરકાન મહમદઉમર મંસુરી, નુરેમુજમેસીમ ફયુમ અહેમદ, ઈકરાર નીશાર અહેમદ, ઈંતજાર છીદુ અહેમદ, સોહીલ કમાલઉદીન મહમદ, નસીમ દુલા ખાન, રવીન્‍દર રામપાલ કશ્‍યપ, રહેમત મહેબુબહુશેન મંસુરી, અકબર જુમાભાઈ ખફી, રે. દરેડ ગામવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.રર,ર૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રંગમતી પાર્કમાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. જીતેન્‍દ્ર ભીખાભાઈ સોચા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-પ-ર૦રરના રાજપાર્ક-૪, રંગમતી પાર્ક, ભજય અંબેભ મકાન જામનગરમાં આરોપીઓ દક્ષાબેન મેહુલભાઈ મુકેશભાઈ ગોપીયાણી, જિગ્નાબેન જગદીશભાઈ મોહનભાઈ જોગીયા, બીનાબેન આનંદભાઈ નવીનભાઈ ખાખરીયા, મનીશાબેન પ્રકાશભાઈ ઓધવજીભાઈ હરબળા, ગીતાબેન ધવલભાઈ સુભાષભાઈ  મહેતા, અનુબેન માધવભાઈ સોમતભાઈ બારીયા, ભારતીબેન નારણભાઈ સોમતભાઈ મકવાણા, મેરૂમબેન મામદભાઈ ઉમરભાઈ ખફી, રે. જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૯પ૭૦/- તથા મોબાઈલ ફોન નંગ-પ, કિંમત રૂ.૧૪૦૦૦/- મળી કુલ રૂ.૩૩પ૭૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દરેડમાં ઈંગ્‍લીશ દારૂની બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-પ-ર૦રરના દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-૩, ગૌશાળા સર્કલ પાસે, જામનગરમાં આરોપી રાજેશ ફૌજદાર કુશવા, રે. જામનગરવાળાએ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની ચેલેન્‍જ કલાસીક પ્રીમીયમ વ્‍હીસ્‍કી ફોર સેલ ઈન હરીયાણા લખેલ બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દિ.પ્‍લોટ-૪૯ માંથી ઈંગ્‍લીશ દારૂની બોટલ સાથે શખ્‍સ ઝડપાયો : એક ફરાર

સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૪-ર૦રરના આશાપુરા સર્કલી દિ.પ્‍લોટ-૪૯, સાંઢીયા પુલ તરફ જતા રોડ પર લીલુ-કડબ ઘાસચારાના વાડા પાસે, જામનગરમાં આરોપી વિરમભાઈ સુકાભાઈ કારવદરા, રે. જામનગરવાળાએ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૪૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી સંજય ભાવસાર ધોબી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈલેટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

કાલાવડ તાલુકાના ગલપાદર ગામે રહેતા ગફારભાઈ કાસમભાઈ સમા, ઉ.વ.૪ર એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧-પ-ર૦રરના આ કામે મરણજનાર ફૈજલભાઈ હુશેનભાઈ સમા, રે. ગલપાદર ગામવાળા પોતાના ઘરે ફળીયામાં પાણીની ઈલેકટ્રીક મોટરમાં અકસ્‍માતે શોર્ટ લાગતા મરણ થયેલ છે.

(2:12 pm IST)