Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન દ્વારા હિન્‍દૂ મુસ્‍લિમ ના તહેવાર અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક

શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના અન્‍ય કાર્યક્રમની વિવિધ સમિતિઓની રચના : પૂર્વ સંધ્‍યાએ ભવ્‍ય બાઇક રેલી યોજાશે જેમાં મોટી સંખ્‍યામાં યુવા બ્રહ્મસમાજના યુવાનો જોડાશે

(ઇકબાલ ગોરી દ્વારા) તા.૨: સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન દ્વારા શહેરના હિન્‍દૂ મુસ્‍લિમ આગેવાનોની એક શાંતિ સમિતિ મીટીંગ ડીવાયએસ પી ચૌધરીના અધ્‍યક્ષ સ્‍થાને બોલાવેલ હતી આવતા તહેવારો કોમી એકતાથી ઉજવવા પરસ્‍પર ખાત્રી આપવવામાં આવી.

ડીવાયએસ પી શ્રી ચૌધરી.ના અધ્‍યક્ષ સ્‍થાને અને સી ટી પીᅠ આઈ શ્રી ગોસ્‍વામીᅠ ની ખાસ ઉપસ્‍થિતિ માં મળેલ શાંતિ સમિતિની મીટીંગમાં આવતા દિવસો આવતા તહેવારો રમજાન ઇદ અને પરશુરામ જંયતીના તહેવારો શહેર માં કોમી એકતા અને ભાઈચારા ની લાગણીસભર યોજાઈ તેવી પરસ્‍પર ખાત્રી આપવામાં આવી હતીᅠ આ મીટીંગમાં શહેરના હિન્‍દૂ મુસ્‍લિમ સમાજના આગેવાનો વિવિધ સેવાકીય સંસ્‍થાના આગેવાનો પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા.(

(2:03 pm IST)