Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબીમાં ટીવીએસ ચોરતી ગેંગ ઝડપાઇ : ૨૩ મોપેડ કબ્‍જે

એ ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને દબોચી લીધા : મોરબી અને રાજકોટની અનેક વાહન ચોરીનો ભેદ ખુલ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨: મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ટીવીએસ હેવી મોપેડ ચોરતી ટોળકીએ હાહકાર મચાવ્‍યો હતો. આ ટોળકીએ મોરબીમાં અનેક ટીવીએસ હેવી મોપેડને નિશાન બનાવીને ચોરી કરી હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસ સ્‍ટાફે સતત સઘન તપાસ ચાલવી આખરે આ વાહન ચોરી ટોળકીને દબોચી લીધી હતી. પોલીસે મોપેડ ચોરતા પાંચ શખ્‍સોને અટકમાં લઈ પૂછપરછ કરતા મોરબી અને રાજકોટની અનેક વાહન ચોરીનો ભેદ ખુલ્‍યા છે. હાલ પોલીસે ૨૩ જેટલા ચોરાઉ મોપેડ બાઈક કબ્‍જે કર્યા છે.

મોરબી એ ડિવિઝન પોલીસે હમણાંથી ખાસ ટીવીએસ હેવી મોપેડ બાઈક ચોરીની ફરિયાદોનો ઢગલો થયો હતો અને ડઝનેક ટીવીએસ હેવી મોપેડ બાઈક ચોરી થયાની ફરિયાદ સામે એ ડિવિઝન પોલીસ સ્‍ટાફે એક ખાસ તસ્‍કર ગેંગ સક્રિય થઈ હોવાના નિષ્‍કર્ષ ઉપર પહોંચીને આ દિશામાં તપાસ ચલાવી હતી. જેમાં એ ડીવીઝનના સર્વેલન્‍સ સ્‍ટાફના પો.સબ.ઈન્‍સ એસ.એમ.રાણા તેમજ સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હોય એ દરમ્‍યાન ખાનગી રાહે ચોક્કસ હકિકત મળેલ હોય કે મોરબીની નાની કેનાલ રોડ ઉપર બે ઈસમો અલગ અલગ TVS મોપેડ મો.સા લઈને આવતા હોવાની હકીકત મળેલ હોય જે હકિકત આધારે વોચ તપાસમા હતા. દરમ્‍યાન મોરબી નાની કેનાલ રોડ ઉપર હકીકત વાળા બે આરોપીઓ બલૂભાઇ દેવજીભાઇ વારૈયા,ડાયાભાઇ અમરશીભાઇ વડેચાને અલગ અલગ ટીવીએસ મોપેડ બાઇકો સાથે ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીઓની પૂછપરછમાં વધુ આરોપીઓની સંડોવણી ખુલતા પોલીસે અન્‍ય આરોપીઓ રમેશભાઈ ચતુરભાઈ પટણી, દેવજીભાઈ રમેશભાઈ કુવરીયા, કાંતીભાઈ બાબુભાઈ વડેચાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા મોરબી અને રાજકોટના અલગ અલગ વિસ્‍તારોમાં દસથી વધુ વાહન ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ટોળકી બાઇકની ચોરી કર્યા બાદ સસ્‍તા ભાવે વેચીને વકરો કરતા હતા. આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાખોરીથી ખરડાયેલો છે અને ભૂતકાળમાં પણ આ ટોળકી આવી રીતે અનેક વાહનોને નિશાન બનાવ્‍યા હતા તેમજ વાહન ચોરીના ગુન્‍હામાં પોલીસના હાથે ઝડપાઇ પણ ચુક્‍યા છે.આથી પોલીસે આ ટોળકી પાસેથી ૫.૭૫૦૦૦ ની કિમતના અલગ અલગ ૨૩ જેટલા ચોરાઉ મોપેડ બાઈક કબ્‍જે કર્યા હતા. હાલ પોલીસે પાંચેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્‍સ્‍પેકટર, સીટી એ ડીવી. પો.સ્‍ટે. મોરબી, તથા સર્વેલન્‍સ પો.સબ.ઇન્‍સ એસ.એમ.રાણા તથા એ.એસ.આઇ કિશોરદાન ગઢવી તથા પો.હેડ.કોન્‍સ, કિશોરભાઇ પારધી તથા પો.કોન્‍સ.ચકુભાઇ કરોતરા તથા આશિફભાઇ રાઉમા તથા હસમુખભાઇ પરમાર તથા અરજણભાઇ ગરીયા તથા શકિતસિંહ પરમાર તથા તેજાભાઇ ગરચર તથા કુલદીપકુમાર સોલંકી સહિતનો સ્‍ટાફ જોડાયો હતો. 

(1:31 pm IST)