Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પોરબંદરઃ આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી માત્ર સરકારી કાર્યક્રમો પુરતી મર્યાદીત ? : લોકોમાં ઉત્‍સાહ જગાડવાની જરૂર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯: હિન્‍દુસ્‍તાન ભરતખંડ વર્તમાન સ્‍થિતિએ ભરતખંડમાં મોગલો ૮૦૦ આઠસો વરસ રાજ કર્યુ. ત્‍યાર બાદ બ્રિટીશ શાસન વેપારના નામે ભારતમાં સુરત સંજાણ બંદરેથી પ્રવેશી કર્યો. ક્રમશઃ ક્રમશઃ બ્રિટીશોએ રાજનીતી શરૂ કરી અંદાજીત ર૦૦-રરપ બસોથી બસો પચ્‍ચીસ વરસ રાજય કર્યુ. તેમાં કુટ નીતીનો ભરપુર ઉપયોગ કર્યો. અંદરો અંદર ભાગલા બાદ શરૂ કર્યો. એક સમયે એવુ કહેવાતુ કે બ્રિટીશ રાજય યાને અંગ્રેજ શાસનનો સુર્યઘડી આથમસે નહી પરંતુ બ્રિટીશ શાસનમાં લશ્‍કરમાં સેનિક તરીકે ફરજ બજાવતા દેશ ભકત મંગલ પાંડે એ બ્રીટીશો યાને અંગ્રેજોની મેલી મુરાદ બર  જ આવવા દીધી અને  દેશભકિતની ચેતના જાગી.

બ્રિટીશ-અંગ્રેજ શાસનના પાયા હચમચાવ્‍યા.હિન્‍દુસ્‍તાન સ્‍વતંત્રતાનું બ્‍યુગલ ફુંકાયું.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ સ્‍વતંત્રતાની લડતનો પ્રારંભ થયો. જલીયાન વાલા બાગ હત્‍યાકાંડે પાયા હચમચાવી નાખ્‍યા. હિન્‍દુસ્‍તાન સ્‍વાધીનતા ચળવળે જોર પકડયુ છુટક છુટક આંદોલન શરૂ થયા તેમાં લવરમુછીયા શહીદ વીર ભગતસિંહ બટુકેશ્વર દત રાજગુરૂ જ આઝાદી લડતમાં નવચેતના લાવી. દિલ્‍હી પાર્લામેન્‍ટ બોમ્‍બ બ્‍લાસ્‍ટ  કર્યો. હસતે મુખે પકડાણા તેમની સામે દિલ્‍હી કોર્ટમાં ખટલો ચાલ્‍યો હસ્‍તે મુખે ફાંસીએ આ નવ લોહીયા ચડયા. પરંતુ તે પહેલા મંગલ પાંડે હસ્‍તે મુખે ફાંસીના માંચડે લટકાઇ ગયા. શહીદવીર ભગતસિંહ બટુકેશ્વરદત, રાજગુરૂની ફાંસી બાદ ભારત સ્‍વતંત્રતા લડતને ચેતના મળી.

રાષ્‍ટ્રપિતા પૂ. મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકામાં રંગભેદની નીતી સાથે આંદોલનમાં સફળતા મેળવી હિન્‍દુસ્‍તાન ભારત આવ્‍યા. જેતે સમયે મધ્‍યપ્રદેશ ત્‍યાર બાદ બિહાર હાલ છતીસગઢમાં આવેલ ચંપારણ્‍ય વનમાં આદિવાસીને થતા અન્‍યાય સામે અહિંસક આંદોલન ઉપવાસ વિગેરે શરૂ કર્યા. સફળતા મળી. ત્‍યાર બાદ મુઝફરનગરમાં ધોબીને ન્‍યાય અપાવવા ગળી સત્‍યાગ્રહ કર્યો. સફળતા મળી. ગુજરાતનો દાંડીનો મીઠા સત્‍યાગ્રહ કરતા અંગ્રેજ સલ્‍તનતને હમચાવી. કોંગ્રેસ સ્‍થાપના કરી. સ્‍વ.સુભાષચંદ્ર બોઝ પણ કોંગ્રેસમાં જોડાયા. પ્રમુખપદ સુધી પહોંચ્‍યા રાષ્‍ટ્રપિતાની વિચારધારા સ્‍વ.નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારોમાં આસમાન જમીનનો ફેર નેતાજી અલગ થયા અને આઝાદ હિન્‍દ ફોઝ કાર્યરત કરી. બર્મા મથક રહયું. બર્મા આજનું મ્‍યાનમાર અંગ્રેજો પર દબાણ વધતુ ગયું.

સને ૧૯૪રની સાલ હિન્‍દુસ્‍તાન-ભારત સ્‍વતંત્રતા આંદોલને વેગ પકડયો અંગ્રેજ સરકારને મુસીબત સાથે ઘેરા સંકટમાં આવતા લાગી. રાષ્‍ટ્રપિતાને ઇગ્‍લેન્‍ડ વિલાયત સમજુતી માટે બોલાવ્‍યા. એક જ વાત આગળ રહી હિન્‍દુસ્‍તાનની સ્‍વતંત્ર સિવાય કાંઇ પણ ખપે નહી. આખરે અંગ્રેજ બ્રિટીસ સરકારે હિન્‍દુસ્‍તાન સ્‍વતંત્રતા જાહેરાત સને ૧૯૪૬માં કરી પરંતુ સમયે હિન્‍દુસ્‍તાનની આઝાદી માટે બ્રિટનના વડાપ્રધાન ચર્ચીલે ગાંધીજીને સમજાવ્‍યું ભારતની પરિપકવતાને વાર છે. દશ વરસ રાહ જુઓ મતલાબ સને ૧૯પ૬ની સાલમાં હિન્‍દુસ્‍તાનને સ્‍વતંત્રતા આપવામાં આવશે. રાષ્‍ટ્રપિતાએ સ્‍પષ્‍ટ અંગ્રેજ બ્રિટીશ સરકારને સ્‍પષ્‍ટ શબ્‍દનો જણાવી દીધેલ. હિન્‍દુસ્‍તાનની સ્‍વતંત્ર સમજુતી પ્રમાણે તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૪૭ મળવી જોઇએ. ત્‍યાર બાદ જે બન્‍યુ તે ઇતિહાસ જીવંત છે છેલ્લો વિદાય લઇ રહેલ. લોર્ડ માઉન્‍ટબેટને પણ પાસો ફેંકયો તેમાં પણ સફળતા મળી નથી.

ભારતીય સંસ્‍કૃતી પ્રમાણે હિન્‍દુસ્‍તાન ભારત તા.૧૪ મી ઓગષ્‍ટના મધ્‍યરાત્રીના યાને ખિષાી ઇસવીસન પ્રમાણે તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૪૭ રાત્રી યાને વહેલી સવારના હિન્‍દુસ્‍તાન ર૧ તોપોની સલામી સાથે સ્‍વતંત્ર થયું. પ્રથમ રાષ્‍ટ્રધ્‍વજ સ્‍વ. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ લાલ કિલ્લા પરથી ફરકાવ્‍યો.

વર્તમાન સરકાર અમૃત ઉત્‍સવ ઉજવી રહી છે. પરંતુ તે ઉત્‍સાહ સરકાર અને સરકારી અધિકારીઓમાં જોવા મળે છે. આઝાદીનો ઉત્‍સાહ સામાન્‍ય નાગરીકોમાં જોવા મળતો નથી. મોટાભાગનો વર્ગને એ ખ્‍યાલ પણ નથી વર્તમાન વરસના દિવસો અમૃતતોત્‍સવના પસાર થઇ રહયા છે. સરકારી અધિકારી અમૃતોત્‍સવની જવાબદારી સંભાળી રહયા છે કે હિન્‍દુસ્‍તાનને મહામુલી આઝાદી કેવી રીતે પ્રાપ્ત કરેલ છે. કદાચ તેમનો જન્‍મ પછી હોય નહી અને જન્‍મ હોય તો શૈશવ કાળ હશે. રાષ્‍ટ્રભાવના તેના શબ્‍દ マદયથી ગુંથાયેલ હશે. માત્ર ચિલાચાલુ  પ્રેરીત છે.

સ્‍થાનીક કક્ષાએ પોરબંદરનગર પાલીકા દ્વારા ત્રિદિવસી ઉજવણી તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૪૭થી તા.૧૭ ઓષ્‍ગટ ૧૯૪૭ આઝાદી મહોત્‍સવની થઇ ત્‍યારે લોકマદયમાં હર્ષોલ્લાસ જોવા મળ્‍યો. તે આજદીન સુધી જોવા મળ્‍યો નથી. મળશે કે કેમ? આઝાદી સ્‍વતંત્રતા પ્રાપ્ત થઇ ત્‍યારે પોરબંદરની વસ્‍તી પંચાવનથી સાઇઠ હજારની હતી. છતા આઝાદી સ્‍વતંત્ર પર્વ ઉજવવા લોકマદય પ્રફુલ્લીત હતુ. દરેક નાગરીકો પોતાના રહેણાંક મકાન-વ્‍યાપરી પેઢી દુકાનો આસોપાલવ અને ઇલેકટ્રીક રોશની તોરણ સુશોભીત રહેલ. શહેરની મુખ્‍ય બજાર ઝવેરી બજાર બંદર પાલા ચોક, રૂગા બજાર, મહાત્‍મા ગાંધી રોડ, નવી લાઇન , ધાર્મિક સ્‍થળો રોશનથી ઝળહળતા  કરાયેલ નગર પાલીકા બિલ્‍ડીંગ માણેક ચોક ત્રણ તાક પુર્વે ઉતર દક્ષિણ મદ્રેસા બિલ્‍ડીંગ સ્‍ટેટ લાયબ્રેરી હનુમાન ચોક, જુનો ફુવારો યુગાન્‍ડા રોડ વાડીયા રોડ વિગેરે ઝવેરી બજાર મહેલ રોડ જે તે સમયે હતા. રોડ પર પાલીકા દ્વારા કેળના સ્‍તંભ નાળીયેર પાનથી દરવાજા શણગારેલ વેપારીઓએ રોડ પર પણ શણગાર કરેલ.

સુદામા રોડ બાલા હનુમાન મંદિર પાસે આવેલ કલાભવન ગજ્જર એન્‍જીનીયરીંગ પર ભારત યાને હિન્‍દ માતાનું બેડી પહેરાવેલ પ્રતિમા મુકી લોકો આકર્ષીત થયેલ. તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૪૭ મધ્‍યરાત્રી વહેલી સવારના ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરૂએ હિન્‍દુસ્‍તાન ભારતની આઝાદી પ્રાપ્ત થયાની ઘોષણા સાથેની જાહેરાત કરતાની સાથે કલા ભવન ખાતે રખાયેલ. જયારે વર્તમાન હિન્‍દુસ્‍તાન ભારતની સરકાર ભાજપ શાસીત ૧૯૪૭ પંદરમી ઓગષ્‍ટની સ્‍મૃતિ તાજી કરવી જોઇએ. જેથી ભાવી પેઢી આઝાદી સ્‍વતંત્રતા મુલ્‍ય સમજી શકે.

(1:29 pm IST)