Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ટંકારામાં ઉજવલ્લા યોજના-ર હેઠળ બીપીએલ અને અંત્‍યોદય કાર્ડ ધારકોને ફ્રીમાં ૩૦ ગેસ કનેકશન અપાયા

ટંકારા , તા. ર : ટંકારા માં આર્ય ઇન્‍ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ  ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા , ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્‍થિતિમાં તા. ૧/૫/૨૦૨૨ના રોજ ૅઉજ્‍વલ્લા દિવસૅના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્‍વલ્લા યોજના-૨ ની ઉજવણી કરવામાં આવી.

જેમાં આજે ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્‍યોદય કાર્ડ ધારકોને  ફ્રી મા ગેસ કનેક્‍શન આપવામા આવ્‍યા હતાં.

  એજન્‍સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્‌ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્‍શન  ઉપયોગી સાચી જાણકારી આપી હતી.

ટંકારા તાલુકાના હીરાપર ગામે ફેફર પરિવાર દ્વારા માનસ રઘુનાથ ગાથા શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ યોજાયેલ છે.

કથાનો પ્રારંભ બીજ સોમવારથી થશે. પૂર્ણાહૂતિ પૂર્ણ તારીખ ૧૦/ પ  દસમ મંગળવારના રોજ થશે.

 શ્રી રામ કથામાં આવતા પ્રસંગો શિવ પાર્વતી વિવાહ,  રામ જન્‍મોત્‍સવ,  રામેશ્વર સ્‍થાપના  હનુમાનજી શ્રી રામનું મિલન તથા રામરાજ્‍યાભિષેક ધામધૂમથી ઉજવાશે.  કથાનું રસપાન શ્રી રેવાદાસજી ગુરુ નારાયણદાસજી રઘુનાથ મંદિર વાંકાનેર વાળા કરાવશે.

કથાનો સમય સવારે ૯ થી ૧૨ બપોરે ૩થી ૬ કથા  પટેલ સમાજ વાડી હીરાપર ખાતે યોજાશે શ્રી રામ પારાયણ માં અનેક સંતો મહંતો ઉપસ્‍થિત રહી આશીર્વાદ આપશે. 

(1:28 pm IST)