Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સીરામીક ઉદ્યોગને વધુ એક ફટકો : ગેસના ભાવમાં ૫ રૂપિયાનો વધારો કરાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨: મોરબી સીરામીક ઉદ્યોગ હાલ કપરી પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્‍યારે સીરામીક ઉદ્યોગને ગેસ સપ્‍લાય કરતી સરકારી કંપની ગુજરાત ગેસ દ્વારા ફરી એક વાર ગેસના ભાવમાં વધારો જાહેર કર્યો છે. જેમાં આવતી કાલ ૧ લી મેથી પ્રતિ ક્‍યુબીક મીટરે પાંચ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્‍યો છે. જોકે આ સાથે સીરામીક ઉદ્યોગ માટે ગેસ વપરાશની મર્યાદા દૂર કરવામાં આવી છે.

ગુજરાત ગેસ કંપનીના સૂત્રોના જણાવ્‍યા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્‍લાય થતા ઇન્‍ડસ્‍ટ્રીઝ ગેસના ભાવમાં પ્રતિ ક્‍યુબીક મીટરે ૫ રૂપિયાનો વધારો કરાયો છે. વિથ ટેક્‍સ સાથે અગાવ ૬૧.૪૮ રૂપિયા જેવો ભાવ હતો જે હવે વધીને હવે ૬૬.૭૮ આસપાસ થઈ જશે. મોરબી સીરામીક ઉદ્યોગ હાલમાં રોજનો ૪૫ લાખ ક્‍યુબીક મીટર ગેસ વાપરી રહ્યો છે. જે જોતા મોરબી સીરામીક ઉધોગને આ ભાવ વધારાના કારણે દૈનિક અઢી કરોડ જેટલો ફટકો પડશે.

(1:27 pm IST)