Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કટારીયા પાસે અકસ્‍માતમાં રાજકોટના ૪ યુવકોના મોત

લીંબડી - અમદાવાદ હાઇ-વે ઉપર ઇકો કાર અને ટ્રાવેલ્‍સની બસ વચ્‍ચે ટક્કર : ૨ ને ઇજા : રાજસ્‍થાન લગ્નમાં જતી વખતે દુર્ઘટનાW

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨ : લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કટારિયા ગામ નજીક અકસ્‍માતમાં રાજકોટના ૪ યુવકોના ઘટના સ્‍થળે મોત નિપજયા છે.જેને લઈ અને સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામ્‍યો છે.

વિગત અનુસાર વહેલી સવારે પરોઢિયે આ અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે અકસ્‍માતના પગલે ચાર લોકોના મોત નિપજતા ચકચાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે આ મામલે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઇકો કાર અને ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે રાજકોટ થી રાજસ્‍થાન યુવકો ગાડી બાંધી અને જતા હતા તે સમયે આ અકસ્‍માત લીમડી નજીક કટારિયા ગામ પાસે સર્જાયો છે ઘટના સ્‍થળે જ ચાર લોકોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્‍યાપી જવા પામી છે.

બીજી તરફ બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા લીંબડી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે ત્‍યારે ઉલ્લેખ છે કે ઇકો કાર ખાનગી ટ્રાવેલ્‍સ સાથે ધડાકાભેર કટારિયા ગામ નજીક અથડાઈ છે ઇકો કારનો બુકડો બોલી જવા પામ્‍યો છે અને ખાનગી ટ્રાવેલ્‍સ ને પણ નુકસાન થવા પામ્‍યું છે. આ મામલે ઇકો કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્‍થળે જ મોત નીપજયા છે બે લોકોને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

રાજકોટના યુવકો લગ્નમાં રાજસ્‍થાન ખાતે ઇકો કાર બાંધી અને જતા હતા પરોડીએ અકસ્‍માત સર્જાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્‍યો છે. તમામની ડેડ બોડીને પણ પીએમ માટે લીમડી સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને પરિવારજનોને આ બાબતની જાણકારી આપવામાં આવતા મૃતકના પરિવારજનોમાં પણ કલ્‍પાત સર્જાઈ જવા પામ્‍યો છે મૃતક તમામ રાજકોટના છે ઇજાગ્રસ્‍તોને પણ સારવાર માટે લીંબડી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે તેમની હાલત પણ હાલમાં સ્‍થિર હોવાનું ડોક્‍ટરની ટીમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે..

રાજકોટથી સવારે યુવકો ઇકો કારમાં રાજસ્‍થાન લગ્નમાં જતા હતા તે સમયે લીંબડીના કટારિયા ગામ નજીક ખાનગી સાથે ઇકો કાર અથડાઈ ઘટનાસ્‍થળે ચાર લોકોના મોત નીપજયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામના પરિવારોમાં પણ પાસ થઈ જવા પામી છે પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઇ છે અને આ મામલે તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના તમામ લોકોના ઇકો કારમાં મોત નિપજતા સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્‍યું છે. તમામની ડેડબોડીને લીંબડી હોસ્‍પિટલમાં લાવવામાં આવી છે પીએમ માટે ડોક્‍ટરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે રાજકોટના યુવકો રાજસ્‍થાનમાં લગ્નમાં જતા હતા તે સમયે આ ગોઝારો અકસ્‍માત સર્જાયો છે.

આ અકસ્‍માતમાં સાગર જગદીશ ભાઈ વૈષ્‍ણવ, ઇમરાન કરીમભાઈ, અનિલ ભાઈ, સંદીપ ભાઈનો ભોગ લેવાયો છે. જ્‍યારે - રાજભાઈ લીંબડ અને રાઘવભાઈને ઇજા થઇ છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડીના કટારિયા નજીક ગોઝારો અકસ્‍માત સર્જાયો છે ઘટના સ્‍થળે ચાર લોકોના મોત નીપજયા છે બે લોકોને ઈજાઓ પહોંચી છે તેમને લીંબડી હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે રાજ ભાઈ લીંબડ અને રાઘવભાઇ કેજે બંને ઇજાગ્રસ્‍ત છે તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે અને ત્‍યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે ત્‍યારે હાલમાં તેમની તબિયત પણ સ્‍થિર હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના હાઈવે રોડ રસ્‍તા ગોઝારા બની જવા પામ્‍યા છે લીમડી નજીક અકસ્‍માતમાં ચાર લોકોના મોત નિપજવા પામ્‍યું છે આ મામલે લીમડી પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઇ અને ઇકો કાર અને જે ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે જેમાં મૃતકના પરિવારજનોને તાત્‍કાલિકપણે સંપર્ક સાધીને લીંબડી હોસ્‍પિટલમાં બોલાવી લેવામાં આવ્‍યા છે ને ત્‍યાં તેમનું મૃતકનું પીએમ પણ શરૂ કરાવી દેવામાં આવ્‍યું છે જોકે અકસ્‍માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક જામ હટાવવાની કામગીરી પણ હાથ ધરી છે ત્‍યારે ઉલ્લેખનીય છે કે તમામ મૃતક રાજકોટના હોવાના કારણે તેમના પરિવારજનો પણ લીંબડી ખાતે દોડી આવ્‍યા છે અને લીંબડી સિવિલ હોસ્‍પિટલમાં પણ તપાસ થઇ જવા પામ્‍યો છે કારણ કે એક સાથે ચાર યુવકોના મોત નિપજયા છે.

(1:13 pm IST)