Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બાબરામાં પરશુરામ ભગવાનના જન્‍મોત્‍સવની તૈયારીઓના ભાગરૂપે સમસ્‍ત યુવા બ્રહ્મસમાજની બેઠક યોજાઇ

શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના અન્‍ય કાર્યક્રમની વિવિધ સમિતિઓની રચના : પૂર્વ સંધ્‍યાએ ભવ્‍ય બાઇક રેલી યોજાશે જેમાં મોટી સંખ્‍યામાં યુવા બ્રહ્મસમાજના યુવાનો જોડાશે

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨ : બ્રહ્મસમાજના આરાધ્‍ય દેવ ભગવાન પરશુરામ ના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી કરવામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે સમાજના અગ્રણીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન અને આર્થિક યોગદાન આપવામાં આવી રહ્યું છે.

બાબરામાં ભગવાન પરશુરામના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી કરવામાં માટે બાબરા બ્રહ્મસમાજ દ્વારા મીટીંગો કરવામાં આવી રહી છે અને કાર્યક્રમની વિગતો અને માહિતી અને માર્ગદર્શનᅠ બ્રહ્મસમાજના લોકોને આપવામાં આવી રહી છે.

ᅠઆગામી તા ૩/૫/૨૨ ને મંગળવાર ના રોજ ભગવાન પરશુરામના જન્‍મોત્‍સવમાં મોટી સંખ્‍યામાં ભુદેવ પરિવાર સાથે જોડાય તેવા પ્રયાસો તાલુકા બ્રહ્મસમાજ અને યુવા બ્રહ્મસમાજ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

તા ૩/૫/૨૨ ને મંગળવાર ના રોજ બપોરે ૪ કલાકે ભગવાન પરશુરામનું પૂજન અર્ચન અને ત્‍યારબાદ સાંજે ૫/૩૦ કલાકે ભવ્‍ય શોભાયાત્રા ગાયત્રી મંદિરેથી પ્રસ્‍થાન થઈ શહેરના મુખ્‍ય માર્ગોમાં ફરી રાજગોર બ્રહ્મસમાજની વાડી ખાતે સમાપન થશે અને ત્‍યારબાદ અહીં આયોજિત મહાપ્રસાદનો લાભᅠ મોટી સંખ્‍યામાં ભૂદેવો પરિવાર સાથે મેળવશે.

બાબરા યુવા બ્રહ્મસમાજની બેઠકમાં તમામ યુવા મિત્રોની અલગ અલગ સમિતિ બનાવી જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં શોભાયાત્રા સમિતિ,ભોજન સમિતિ,બાઇક રેલી સમિતિᅠ સહિતની સમિતિ ની રચના કરવામાં આવી હતી યુવા બ્રહ્મસમાજના અગ્રણી હિરેનભાઈ દવે દ્વારા યુવા બ્રહ્મસમાજને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(12:34 pm IST)