Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સામખીયાળી પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડતાં કોડીનારના યુવાન ધર્મેશનું મોત

૨૬/૩ના રોજ અકસ્‍માત નડતાં સારવાર હેઠળ હતો

રાજકોટ તા. ૨: ગાંધીધામના સામખીયાળી પાસે ટ્રક ટેલરની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક મુળ કોડીનારના કડવાસણના હાલ સામખીયાળી રહી પવન ચક્કીની કંપનીમાં નોકરી કરતાં ધર્મેશ માનસીંગભાઇ વાળા (ઉ.વ.૨૬)નું મોત નિપજ્‍યું હતું.

ધર્મેશ સામખીયાળી રહીને નોકરી કરતો હોઇ ગત ૨૬/૩ના રોજ બાઇક હંકારી નાસ્‍તો કરવા જતો હતો ત્‍યારે ટેલરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર હેઠળ હતો. તેનું આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે ભાઇમાં નાનો હતો.

(12:23 pm IST)