Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આટકોટ કૈલાશનગર વિસ્‍તારમાં બનેલ પાણીના ટાંકાના જીઇબીના કનેકશન માટે ગ્રામ પંચાયતની રજુઆત

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ર : આટકોટ કૈલાશનગર વિસ્‍તારમાં નવા ૨૩ લાખના ખર્ચે બનેલા પીવાના પાણી માટેના ટાકા અને શમ્‍પ માં જીઇબી નું તાત્‍કાલિક કનેકશન મળે તે માટે આજરોજ આટકોટ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ દેવસીભાઈ ખોખરીયા,ભાજપના અગ્રણી અને પંચાયત સદસ્‍ય અલ્લાઉદીન ફોગ તેમજ હિમતભાઈ સેલિયાએ જસદણ જીઇબી ના નાયબ કાર્યપાલક અસલાની સાહેબને રૂબરૂ જઈ રજુવાત કરેલ છે

આ અંગે અલ્લાઉદીન ફોગે જણાવેલ કે કૈંલાશનગર વિસ્‍તારમાં શ્‍યામ પ્રસાદ મુખરજીની અને સરકાર શ્રીની ગ્રાન્‍ટ માંથી ઉંચી ટાંકી તેમજ શમ્‍પ નવા બનાવેલ છે પરંતુ આટકોટ ગ્રામ પંચાયતનું જૂનું લાઈટ કનેકસનનું બિલ ભરવાનું બાકી હોવાથી નવું કનેકશન મળી શકતું ન હતું માટે થોડા ટાઈમ કનેકશન માટે મોડું થયું છે જે હિસાબે આ ટાકા અને શમ્‍પ માં પાણી ભરી શકાતું ન હતું

આજરોજ અમો પંચાયતના સરપંચ પ્રતિનિધિ દેવસીભાઈ ખોખરીયા, હિમતભાઈ સેલિયાએ રૂબરૂ જસદણ ખાતે જીઇબી અધિકારી સાથે મળી તેમને રજુવાત કરેલ હતી જેથી જીઈબી નાયબ કાર્યપાલક ઈજનેર અસલાની સાહેબે બે થી ત્રણ દિવસમાં જીઇબી નવા કનેકશન માટેનું કોટેસન કાઢી આપવાની ખાત્રી આપેલ હતી જેથી કોટેસન આવ્‍યા બાદ પાણી પુરવઠા બોર્ડ તરફથી તેની રકમ ભર્યા બાદ નવા જીઇબી ના કનેકશન મળી જાશે

વધુમાં અલ્લાઉદીન ફોગે જણાવેલ કે આ વિસ્‍તારના લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે તેમજ આ વિસ્‍તારનો વિકાસ થાય તે માટેના અમારા પ્રયત્‍નો છે.

ભાજપ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગ્રાન્‍ટ નો વધુને વધુ લાભ આ વિસ્‍તારને મળે તે માટે અમો પ્રયત્‍નો કરી રહીંયાં છીએ આ વિસ્‍તારમાં અમોએ બ્‍લોક રોડ પીવાના પાણીની ટાકા અને લાઈનો ભૂગર્ભ ગટરો સહિતના કામો ભાજપ સરકાર શ્રીની ગ્રાન્‍ટ માંથી અમોએ મંજુર કરાવી કરેલા છે.

ત્‍યારે આ વિસ્‍તારના લોકો બીજા કોઈની ખોટી વાતોમાં ના આવે અને ટુક સમયમાં જીઇબી નું કનેકશન આવે એટલે તરત જ પાણીના ટાકા સંપ અમો ચાલુ કરી આ વિસ્‍તારને વધુ ને વધુ પાણી મળી રહે તે માટે અમો કામગીરી કરીશુ.

(12:15 pm IST)