Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ઈદની ઉજવણીઃ નમાઝ બાદ એકબીજાને શુભેચ્‍છાઓ

ડો.સૈયદના સાહેબે ઈજીપ્‍તમાં નમાઝ પઢાવી વિશ્વ શાંતિ માટે દુઆ કરી

રાજકોટઃ પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા આજે વિશ્વભરમાં દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ઈદ ફિતરની ઉજવણી કરવામાં આવી હતી.

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુજાફરૂસ્‍સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) હાલ (મીસર) કેરો (ઈજીપ્‍ત)માં બીરાજમાન છે. ઈદની નમાઝ પઢાવેલ હતી.

આજે સવારે રાજકોટ નુરમસ્‍જીદમાં શેખ સૈફુદ્દીનભાઈ ભાભરાવાળાએ નમાઝ પઢાવેલ હતી અને અન્‍ય મસ્‍જીદ, મરકઝ ઉપરાંત જામનગર, મોરબી, જુનાગઢ, બગસરા, પાલીતાણા, અમરેલી, જસદણ, કોટડા સાંગાણી, ઉપલેટા, ધોરાજી,ચોટીલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજુલા, પડધરી, ધ્રોલ, સાવરકુંડલા, પોરબંદર, વીરમગામ, સુરેન્‍દ્રનગર સહિત વિશ્વભરમાં દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ઈદ ફિતરની નમાઝ પઢીને એકબીજાને સલામ કરીને ઈદની મુબારક બાદીની આપલે કરી હતી અને વિશ્વશાંતિ માટે ખાસ દુઆઓ કરેલ હતી. હિઝહોલીનેશ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના દિર્ઘઆયુષ્‍ય માટે દુઆ કરવામાં આવી હતી. રમજાનના ૩૦ રોજા ઈબાદત સાથે પૂર્ણ થતા સમાજના ખુશી સાથે ઈદ મુબારકની ઉજવણી કરેલ હતી. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાળાએ યાદીમાં જણાવ્‍યું હતું.

(12:05 pm IST)