Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હળવદના સામતસર તળાવમાં બાળક ડૂબ્‍યો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨ : શહેરમાં આવેલ વિશાળ એવા સામતસર તળાવમાં બાર વર્ષનો બાળક તળાવમાં દડો પડી જતા તેને કાઢવા તળાવમાં પડતા ગરકાવ થઈ ગયો હતો જોકે ભારે શોધખોળ બાદ ઢળતી સાંજે આ બાળકની લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે . બાળકની લાશને પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખાતે મોકલી આપી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે.

વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલી ખારીવાડી વિસ્‍તારમાં રહેતા સિદ્ધાર્થભાઈ દિનેશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ૧૨ તેના બે મિત્રો સાથે સામંતસર તળાવકાંઠે નાવા માટે ગયા હતા તે વેળાએ અન્‍ય મિત્રોએ દડો પાણીમાં ઘા કરતા સિદ્ધાર્થ દડાને લેવા તળાવના ઉંડા પાણીમાં પડતાં ડૂબી ગયો હતો.

આ બનાવની જાણ તેની સાથે રહેલ તેના બે મિત્રોએ સિદ્ધાર્થના પરિવારજનોને કરતા તેઓ તાત્‍કાલિક તળાવકાંઠે દોડી આવી સ્‍થાનિક તરવૈયાઓની તેમજ હળવદ પાલિકા ના તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ આદરી હતી .તેવામાં બાળકની લાશને તળાવના ઉંડા પાણીમાં થી બહાર કાઢવામાં આવી હતી. આ બનાવથી પરિવાર જનોમા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. 

(10:54 am IST)