Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજ્‍યસભાના સાંસદ બન્‍યા બાદ પ્રથમ વખત રામભાઇ મોકરીયા બાબુભાઇ બોખીરીયાને મળવા પહોંચ્‍યાઃ બંને વચ્‍ચે સમાધાન થતા રાજકીય વિખવાદનો અંત

પોરબંદરઃ બાબુ બોખિરીયા અને રામ મોકરીયા વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર છે.

ઉલ્લેખનીય છે કે, રાજનીતિમાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદો હોવાનું ઘણીવાર સામે આવ્યું છે. આવું જ કાઇક રામ મોકરીયા અને બાબુ બોખીરીયા વચ્ચે વર્ષોથી ચાલ્યું આવી રહ્યું હતું.

ધારાસભ્યના ઘરે પહોંચ્યા સાંસદ

જો કે, રાજ્યસભા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત રામ મોકરીયા પોરબંદર સ્થિત ધારાસભ્ય બાબુ બોખીરીયાના ઘરે મળવા પહોંચ્યા હતા.

ધારાસભ્ય અને સાંસદ સભ્ય વચ્ચે વાતચીત થઇ અને બાબુ બોખીરીયાએ રામ મોકરીયાને સાંસદ બનવાની શુભેચ્છાઓ આપી હતી.

રાજકીય વિખવાદનો આવ્યો અંત

પંકજ મજીઠીયા સહિતના આગેવાનો મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.આમ, વર્ષોથી ચાલ્યા આવતા રાજકીય વિખવાદનો અંત આવ્યો હતો.

રાજ્યસભાના સાંસદ તરીકે બિન હરીફ ચૂંટાયા છે રામ મોકરીયા

આપને જણાવી દઇએ કે, રામ મોકરીયા તાજેતરમાં ભાજપના રાજ્યસભાના સાંસદ તરીકે બિન હરીફ ચૂંટાઇ આવ્યા છે અને તેઓ મારુતિ કુરિયર કંપનીના માલિક છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે નજીકનો ઘરોબો ધરાવતા રામ મોકરીયા ભાજપના વર્ષોથી શુભેચ્છક રહ્યા છે.

(5:04 pm IST)