Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભાજપના વાવાઝોડામાં પડધરી જી. પં. બેઠક પર ગીરીરાજસિંહ જાડેજાનો ગૌરવવંતો વિજય

૭૦ ટકા પાટીદાર વિસ્તારમાં તા. પં.ના પૂર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ જાડેજા (હડમતીયા)ના લઘુબંધુ ગીરૂભાએ કોંગ્રેસનો વાવટો અડીખમ રાખ્યો

રાજકોટ તા. ૩ :.. રાજકોટ જીલ્લા પંચાયતની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપના વિજયી વાવાઝોડા સામે પડધરી જી. પં. બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગીરીરાજસિંહ જાડેજા (હડમતીયા) એ ગૌરવવંતો  વિજય હાંસલ કરી કોંગ્રેસનો વાવટો અડીખમ રાખ્યો છે. રાજકોટ જીલ્લા પંચાયતની પડધરી બેઠક ઉપર ભાજપના મનોજ પેઢડીયા અને કોંગ્રેસના ગીરીરાજસિંહ ચંદુભા જાડેજા (હડમતીયા) વચ્ચેના કસોકસ મુકાબલામાં કોંગ્રેસના ગીરીરાજસિંહ જાડેજાએ ૧૦૬૮ મતે વિજય હાંસલ કરી પડધરી જી. પં. ની બેઠક ઉપર કોંગ્રેસનો વાવટો અડીખમ રાખ્યો છે.

પડધરી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ જાડેજા (હડમતીયા)ના લઘુબંધુ ગીરૂભા ચંદુભા જાડેજા હડમતીયા ગામના સરપંચ છે અને પડધરી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે પડધરી જીલ્લા પંચાયત બેઠકમાં ૭૦ ટકા વસ્તી પાટીદારની છે પડધરી તા.પં.ના પૂર્વ પ્રમુખ અનિરૂદ્ધસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લઘુબંધુ ગીરૂભા જાડેજાએ ભાજપના વિજયી વાવાઝોડા વચ્ચે જીત હાંસલ કરી કોંગ્રેસનો પંજો અડીખમ રાખેલ છે.અત્રે એ નોંધનીય છે કે, પડધરી જી.પં. બેઠક ભાજપ પાસે આંચકી  અગાઉ કોંંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા અને આજે જાહેર થયેલા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપના પ્રચંડ વિજયી વાવાઝોડા સામે કોંગ્રેસના ગીરૂભા જાડેજાએ જીત હાંસલ કરી કોંગ્રેસનો વિજયી વાવટો યથાવત રાખ્યો છે. પડધરી જી.પં.ની બેઠક ઉપર વિજય હાંસલ કરનાર ગીરીરાજસિંહ ચંદુભા જાડેજા (મો.૯૩૭૬પ ૪પ૧૪પ) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:57 pm IST)