Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ દ્વારા ટ્રેનમાં ભુલી પડેલ બાળકીનું પરિવાર સાથે મિલન

જુનાગઢ : સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ  દ્વારા સંચાલિત ચાઇલ્ડ કેમ્પ હેલ્પલાઇન ૧૦૯૮માં જુનાગઢ રેલવે સ્ટેશના આરપીએફ પીઆઇ યશવંત શર્મા દ્વારા માહિતી આપવામાં આવી  કે રાજકોટથી વેરાવળ તરફ જતી જબલપુર એકસપ્રેસ ટ્રેનમાં તેઓને એક ૧પ વર્ષની બાળકી મળી છે. રાજકોટની છે. માતા-પિતાથી વિખુટી પડી અને ટ્રેનમાં બેસી ગયેલ છે અને આરપીએફ સ્ટાફને ગોંડલથી ટ્રેનમાં મળેલ છે. અને બાળકીને જુનાગઢ લાવવામાં આવી રહી છે.

ત્યારબાદ ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ની  ટીમનો સભ્યો જુનાગઢ રેલવે જુનાગઢ રેલવે સ્ટેશને પહોંચ્યા અને મળેલ બાળકી  સાથે વાતચીત કરી અને બાળકીનુ કાઉન્સેલીંગ કર્યુ અને બાળકીના માતા-પિતાનો રાજકોટથી સંપર્ક કરી અને તેઓને જુનાગઢ બોલાવવામાં આવ્યાઅને બાળકીને ચાઈલ્ડ લાઇન જુનાગઢના કો-ઓર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ જુનાગઢ, જિલ્લા બાળ સુરક્ષા વ્ભિાગ જુનાગઢ તેમજ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ સાથે સંકલન કરી અને બાળકીને તેના માતા-પિતાને સોંપવામાં આવેલ ત્યારની તસ્વીર.

(1:17 pm IST)