Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જુનાગઢ સહિત સોરઠનાં લઘુતમ તાપમાનમાં ૯.ર ડીગ્રીનો ઘટાડો

ગુલાબી ઠંડીને લઇ વાતાવરણ ઠંડુગાર

જુનાગઢ તા.ર : આજે જુનાગઢ સહિત સોરઠનાં લઘુતમ તાપમાનમાં ૯.ર ડીગ્રીનો ઘરખમ ઘટાડો થતા સવારે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.

સોમવારે નવા સપ્તાહનાં પ્રથમ દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૧.૯ ડીગ્રી નોંધાયા બાદ બપોરના મહતમ તાપમાન વધીને ૩પ.૩ ડીગ્રી થઇ જતા ઉનાળાનો અનુભતિ થઇ હતી.

પરંતુ સાંજના વાતાવરણમાં ફેરફારથયો હતો અને રાત્રિના ગરીમ અને ઉકળાટને બદલે ઠંડક રહી હતી અને આજે સવારે ગઇકાલની ૯.ર ડીગ્રી તાપમાન ઘટીને ૧ર.૭ ડીગ્રી નોંધાયુ હતુ. જેમાં પરિણામે વહેલી સવારે ગુલાબી ઠંડી રહી હતી.

સવારના વાતાવરણમાં ભેજનુ઼ પ્રમાણ પ૪ ટકા અને પવનની ઝ૯પ પ.૭ કિ.મી.ની રહી હતી.

(1:12 pm IST)