Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કાલથી નાગેશ્વર જયોતિલિંગમાં પૂ.રમેશભાઇ ઓઝાની ભાગવત કથા

કથા શ્રવણનો ઓનલાઇન લાભ લેવા અપીલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર : શ્રી બ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સમસ્મત બ્રહ્મસમાજ સંગઠન તથા સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદરના સહયોગથી જનકલ્યાણ અર્થે આગામી તા.૩ માર્ચને બુધવારથી તા.૯ માર્ચ બુધવાર સુધી પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને દેવભુમી દ્વારકાના નાગેશ્વર જયોતિલિંગ શિવાલય ખાતે બપોરે ૩.૩૦ થી સાંજે ૭ કમલાક સુધી શ્રીમદ ભાગવત કથા યોજાનાર છે.

શ્રી બ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ હષ
ર્દભાઇ વ્યાસ અને મેનેજીંગ ટ્રસ્ટી જયવીનભાઇ દવેએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથા જનકલ્યાણ અર્થે હોવાથી જે હિન્દુ પરિવાર પોતાના પિતૃ કલયાણ અર્થે તથા કુટુંબ કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથામાં સહભાગી થવા ઇચ્છતા હોય તે પરિવારોને યજમાન સ્વરૂપે આ કથામાં નિઃશુલ્ક સહભાગી કરવામાં આવશે. ભાગવતપોથી પિતૃનું સ્થાપન વ્રત ઉપવાસ પુજા કથાના યજમાનોએ પોતાના નિવાસ સ્થાને કરવાની રહેશે. તેમજ વર્તમાન કોરોનાની મહામારીને લઇ  સિમિત અને નિમંત્રીત શ્રોતાઓને પ્રવેશ અપાશે. તેમજ સંસ્કાર ટીવી તથા યુ ટયુબના માધ્યમથી ઓનલાઇન પ્રસારણનો ઘેર બેઠા અન્ય શ્રોતાઓને લાભ લેાવ જણાવ્યું છે. તો આ ઓનલાઇન કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે.

(1:07 pm IST)