Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પોરબંદર પાલિકા વોર્ડ નં.૧ તથા ૪માં ભાજપની પેનલ વિજેતાઃ અડવાણા તા.પં. બેઠક ભાજપને મળી

પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાનો પાલિકાની ચુંટણીમાં પરાજય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર : સ્થાનિક સ્વરાજયની ચુંટણીની મત ગણતરી શરૂ થતા પોરબંદર નગરપાલિકા વોર્ડ નં.૧ તથા વોર્ડ નં.૪માં બન્નેમાં  ભાજપની પેનલના દરેક ઉમેદવારો વિજેતા થયેલ છે.

નગર પાલિકા વોર્ડ નં.૧માં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા થયેલ છે જેમાંં કેશુભાઇ સવદાસભાઇ બોખરીયાનો પ૬૪ર મતોથી, પાયલબેન અજયભાઇ બાપોદરા પ૭૪૧ મતો, પ્રતાપભાઇ બોખીરીયા પર૮પ મતો તેમજ ભીનીબેન દુદાભાઇ ગરેજા પર૦૭ મતોથી વિજેતા થયેલ છે.

તાલુકા પંચાયતની અડવાણા બેઠક પણ ભાજપને મળી છે.

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાનો પરાજય થયેલ છે.

(1:05 pm IST)