Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કચ્છમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ જીત ભણી : કચ્છ કોંગ્રેસ માટે મોટો સેટબેક, કદાવર નેતા વી.કે.હુંબલની હાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ :  કચ્છમાં પાંચ નગરપાલિકાઓ અને દસ તાલુકા પંચાયત તેમ જ એક જિલ્લા પંચાયતના ચુંટણી પરિણામોમાં ભાજપ તરફી વલણ જોવા મળી રહ્યું છે. સવારે મત ગણતરી બાદ પ્રથમ બે કલાકમાં પ્રાથમિક ચુંટણી પરિણામોમાં ભાજપ તરફી ઝોક જોવા મળી રહ્યો છે.

કચ્છ કોંગ્રેસ માટે મોટો સેટબેક, કદાવર નેતા વી.કે. હુંબલની હાર, કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ ગળપાદર બેઠક ઉપર જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપ સામે ૨૧૦૦ મતે હાર્યા, ભાજપના ધનજીભાઈ આહીરની ભવ્ય જીત થઇ છે.

(1:01 pm IST)