Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ઉના નગરપાલિકા વોર્ડ નં.ર ની ૩ બેઠકોમાં તથા વોર્ડ નં. ૩ ની બેઠકોમાં ભાજપની જીત

તા. પં.ની ભાચા બેઠક તથા ગીરગઢડા તા. પં. બેઠકોની ૩ બેઠકોમાં ભાજપના ઉમેદવારો વિજેતા

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ર :  ઉના નગરપાલિકાની ૩૬ બેઠકોમાં અગાઉ ર૦ બેઠકો બીનહરીફ થયેલ અને બાકીની ૧૬ બેઠકોની યોજાયેલી ચૂૂંટણીની મત ગણતરી શરૂ થતાં વોર્ડ નં.રની ૪ બેઠકોમાંથી ૩ ભાજપ અને ૧ અપક્ષને મળી છે.

ઉના નગરપાલિકા વોર્ડ નં. ૩ની ૪ બેઠકોમાં અગાઉ ર બિનહરીફ થયેલ અને બાકીની ર બેઠકોનું પરીણામ જાહેર થતા બન્નેમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયેલ છે.

ઉના તાલુકા પંચાયતની ભાચા બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયેલ છે. ગીરગઢડા તા. પં.ની ર૦ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આજે સવારે ૩ બેઠકોના પરિણામ જાહેર થતા અંબાળા તથા બેડિયામાં ભાજપ વિજેતા થયેલ છે.

(11:57 am IST)