Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

લોધીકા પંથકમાં મતદાન પૂર્ણ થતા ઉમેદવારો હળવા મૂડમાં : મંદિરોના દર્શને - પરિવાર સાથે : લાખાભાઇ સાગઠીયા ગાંધીનગરમાં

ખીરસરા : તાલુકા પંચાયત - જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ બંને ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભા સત્રમાં જવા રવાના થયા હતા. ખીરસરા તાલુકા પંચાયત સિટના ઉમેદવાર રમાબેન મુકેશભાઇ મકવાણા પતિ મુકેશભાઇ ચુંટણી બાદ રૂટીન પ્રમાણે પરિવાર સાથે ખીરેશ્વર મહાદેવના દર્શને ગયા હતા. લોધીકા તાલુકા પંચાયતના ઉમેદવાર ભીખુભાઇ સાગઠીયા ચુંટણી પત્યા બાદ પરિવાર સાથે રહ્યા હતા. લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીએ લોધીકાના ભાજપ આગેવાનો - કાર્યકરો સાથે ચુંટણીના મતદાનની સમીક્ષા કરી હતી. લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ ચૂંટણી પૂર્ણ થતા મહાદેવના દર્શન કર્યા હતા. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(10:46 am IST)