Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગોંડલ શહેર પોલીસ સ્ટેશન માં વ્યાજના દુષણને ડામવા લોન મેળો યોજાયો

લોકોને અલગ અલગ પ્રકારે અલગ અલગ વિભાગોમાંથી મળતી લોનની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કરાયું

ગોંડલ:રાજકોટ જિલ્લા પોલિસ વડા જયપાલસિંહ રાઠોડ ની સૂચનાથી ગોંડલ ડિવિઝન ના DYSP કે.જી.ઝાલા અધ્યક્ષ સ્થાને શહેર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ચૂંગલમાં ફસાયેલા લોકો તેમજ વ્યાજના ચૂંગલમાં લોકો ખોટી રીતે ન ફસાઈ અને તેવી ઘટનાઓથી પીડાઈ નહીં તેવા હેતુસર લોકોને અલગ અલગ પ્રકારે અલગ અલગ વિભાગોમાંથી મળતી લોનની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 શહેર પોલીસ સ્ટેશન ખાતે શહેર, તાલુકા અને કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તાર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા શહેર PI એમ.આર. સંગાડા, PSI એમ.એચ.ઝાલા, કોટડાસાંગાણી PSI વી.પી. કનારા તેમજ SBI બેંકના મેનેજર, કર્મચારીઓ દ્વારા લોકોને બેંક લોન વિશે માહિતગાર કર્યા હતા.

ગોંડલના ડિવિઝન પોલીસ અધિક્ષક કેજી ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે અભિગમ ચાલી રહ્યો છે તેમાં લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ અને લોકોને જ્યારે આર્થિક જરૂર પડે ત્યારે વ્યાજખોરોના બદલે અલગ અલગ બેન્કના માધ્યમોથી લોન મળે તે માટે બેન્કના સહકાર લઈ અને જરૂરિયાત મંદ લોકોને બેંક માર્ગ પરથી નાણા મળી શકે અને લોન મેળવી શકે તેવા હેતુસર સૌ કોઈ લોકોને માહિતગાર કરાવી અને લોકો વ્યાજના વીસચક્ર માં ન ફસાય તેમજ પોતાની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવા હેતુથી આ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

(12:55 am IST)