Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કચ્છ જિલ્લાના આંબા પાકની ખેતી કરતા ખેડુતોને વિદેશમાં નિકાસ કરવા માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવી લેવું

ભુજ:બાગાયત ખાતુ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચ્છ જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે, આંબા પાકની ખેતી કરતા ખેડુતોને વિદેશમાં કેરીની નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમુનામાં અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭-૧૨, ૮-અ, ઓળખકાર્ડની નકલ, ફાર્મનો નક્શો તથા ફાર્મ ડાયરી વગેરે જોડી તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ આ કચેરી દ્વારા અરજીઓની સ્થળ ખરાઇ કરી બગીચાનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.

  ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૩૨૦ બહુમાળી ભવન, સ્વામીનારાયણ મંદિરના સામે, ભુજ-કચ્છનો સંપર્ક કરવા તેમજ વધુ માહિતી માટે ફોન ન. ૦૨૮૩૨-૨૨૨૭૬૩ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

(12:14 am IST)