Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામ ખંભાળિયા ખાતે તા. ૭ ફેબ્રુઆરીના રોજ હાઇટ હન્ટનું આયોજન

દેવભૂમિ દ્વારકા;સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્વારા સંચાલીત  જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઇટના આધારે અંડર - ૧૪ વયજૂથના ખેલાડી એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે ( જિલ્લા કક્ષાની) પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર ભાઈઓ/ બહેનોએ જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સાથે તારીખ ૦૭/૦૨/૨૦૨૩નાં સવારે ૧૦:૦૦ કલાકે જી.વી.જે. સરકારી હાઇસ્કૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવભૂમિ દ્વારકા ખાતે સ્વ ખર્ચે હાજર રહેવું. અહીં કન્વીનર સિદ્ધરાજસિંહ વાળા (મો. નં. ૯૯૨૪૦૬૪૨૮૭) અને ગીતાબેન ( મો. નં. ૭૦૧૬૭૯૯૬૬૮)નો સંપર્ક કરવા તેમજ વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ઉંચાઈ નીચે જણાવ્યા પ્રમાણે રહેશે.

ક્રમ  ઉંમર       ભાઇઓ          બહેનો

૧     ૧૧         ૧૬૦+          ૧૫૫+

૨     ૧૨         ૧૬૮+          ૧૬૩+

૩     ૧૩         ૧૭૩+          ૧૬૬+

૪     ૧૪         ૧૭૯+          ૧૭૧+

   
(12:00 am IST)