Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગમાં એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ

પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી એક પરપ્રાંતિય મહિનાની અટકાયત કરી :અન્ય ચાર મહિલાની શોધખોળ

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ચાલી રહેલા એક ધાર્મિક મહોત્સવ દરમિયાન અંદાજે પાંચ જેટલી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થઈ ગઈ હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી એક પરપ્રાંતિય મહિનાની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચાર મહિલાની શોધખોળ આરંભી છે.

  મળતી વિગત મુજબ જામજોધપુરમાં હાલ એક ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલે નંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો, દરમિયાન ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામથી આવેલા સવિતાબેન મનસુખભાઈ પટેલ નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા કે જેમના ગળામાંથી સોનાના ચેન ની ચિલ ઝડપ થઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓની સાથે અન્ય ચાર મહિલાના ગળામાંથી પણ સોનાના ચેનની ઉઠાંતરી થઈ ગઈ હતી.

 જે સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને પાંચે મહિલાના ૩,૩૦,૦૦૦ ની કિંમતના સોનાના ચેન ની ચીલ ઝડપ અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં રાજસ્થાનથી આવેલી સુનીતાબેન સતિષભાઈ રામકુંવર નામની મહિલા અને તેની સાથે મહિલાઓનું કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધર્યો છે, અને હાલમાં એક મહિલાની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ચાર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે.

(10:09 pm IST)