Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજકોટના ઉપલેટા પંથકના તણાસવા ગામના પ્રગતિશીલ ખેડૂત અનિલભાઇ સુતરીયાએ 10 વિઘામાં બોરની પ્રાકૃતિક ખેતી કરી પુષ્‍કળ ઉત્‍પાદન કર્યુ

ખેડૂતે એપલ બોર, લાલ ચુંદડી બોર, ચોકલેટ બોર, દેશી બોર એમ ચાર જાત વિકસાવી કમાલ કરી

ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણાસવા ગામે પ્રગતિશીલ ખેડૂત દ્વારા બોરની પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે.

ચાણસ્વા ગામે રહેતા પ્રત્યે સીલ ખેડૂત અનિલભાઈ સુતરીયાએ પોતાના 12 વીઘાના ખેતરમાં ભાગમાં વાવેલ જમીનમાં બોરની પ્રાકૃતિક ખેતી કરી છે. આ પ્રગતિશીલ ખેડૂત દ્વારા ચાર જાતના બોરની ખેતી કરવામાં આવી છે. જેમાં દેશી બોર, એપલ બોર, લાલ ચુંદડી બોર અને ચોકલેટ બોર એમ ચાર જાતના બોરનું વાવેતર કરેલ છે.

એક છોડમાં શરૂઆતમાં બોરની કલમનું વાવેતર કરતા હોય ત્યારે 1500 થી 2000 રૂપિયાનું દેશી ખાતર અને વિલાયતી ખાતર તેમજ મજૂરી ગણીને ખર્ચ આવે છે અને પછીના વર્ષેથી 200 થી 500 રૂપિયાનો જ એક છોડમાં ખર્ચ આવે છે જ્યારે એક છોડમાં ત્રણ મણથી લઈને પાંચ મણ સુધીનો ઉતારો મળે છે. એવી રીતે 400 જેટલા બોરના છોડનું વાવેતર કરેલ છે. અને એક છોડમાં 600 રૂપિયાથી લઈને 800 રૂ. એક મણના ભાવ મળે છે.

જ્યારે એક કિલો બોરના 30 રૂ. થી લઈને 60 રૂ. જેવો બજાર ભાવ મળે છે. આ છોડને એક વખત વાવેતર કર્યા બાદ 20 થી 25 વર્ષ સુધી છોડ ચાલે છે. તેને ચોથા મહિનામાં કટીંગ કરવાનું હોય છે. જેને લઈને આ છોડ લાંબો સમય સુધી ચાલે છે. બીજો કોઈ ખર્ચ થતો નથી અને પાણી પણ ઓછું જોઈએ છે. ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે કે પાંચ કે દસ વીઘામાં આ બોરનું વાવેતર કરવાથી પણ સાવ ઓછા ખર્ચે ઘણો ફાયદો મળે છે.

(5:55 pm IST)