Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સર્વેશ્વર ચોકમાં વેપારીઓને રંજાડતા તત્‍વો સામે પગલા લેવા રજૂઆત

રાજકોટ,તા.૨ : શહેરના સર્વેશ્વર ચોકમાં વેપારીઓને રંજાડતા તત્‍વો સામે પગલા લેવા શહેર કોંગ્રેસના અગ્રણીએ પોલીસ કમિશનરને રજુઆત કરી છે.

સર્વેશ્વર ચોક પાસે બે અજાણ્‍યા શખ્‍સો નંબર વગરના બાઇક પર આવી લોકો તેમજ વેપારીઓને ગાળો આપી ધમકાવતા હતા અને સમયે શહેર કોંગ્રેસના અગ્રણી મહેશભાઇ રાજપુત ત્‍યાં પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા ત્‍યારે તેને પણ ગાળો આપી બંને શખ્‍સોએ ધમાલ મચાવતા લોકોનું ટોળું એકત્ર થઇ જતા બંને શખ્‍સો છરી ઝીંકી દેવાની ધમકી આપી બંને ત્‍યાંથી ભાગી ગયા હતા. આ ચોકમાં બહેનો-દીકરીઓની અવરજવર હોઇ, અને સાંજે નાસ્‍તો કરવા એકલી આવતી હોય છે ત્‍યારે ચોકમાં આવારા તત્‍વો પડયા પાથર્યા રહેતા હોય તેથી આ ચોકમાં પોલીસ દ્વારા કેમેરા લગાવવા જરૂરી છે. આથી મહેશભાઇ રાજપુતે આ બંને શખ્‍સો સામે પગલા લેવા માટે પોલીસ કમિશનર રજુઆત કરી છે.

(4:06 pm IST)