Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

માળીયા મિંયાણાના મોટી બરાર ગામે ન્‍યાય સમિતિના અધ્‍યક્ષને પતાવી દેવાની ધમકી

તું કેસ પાછો ખેંચી લેજે નહિંતર જાનથી મારી નાખીશ... નિર્મળ કાનગડ સામે ધમકી અને જાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાની પોલીસમાં ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ર૩: માળીયા (મિંયાણા) તાલુકાના મોટી બરાર ગામે તું કેસ પાછા ખેચી લેજે નહિતર, જાનથી મારી નાખીશ કહી ન્‍યાય સમિતિના અધ્‍યક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્‍યે અપમાનીત કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે  માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.   

માળીયાના મોટી બરાર ગામે રહેતા ૬૧ વર્ષીય ફરિયાદી ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૨૮ ના બપોરના આશરે પોણા બારેક વાગ્‍યે આરોપી નિર્મળ મુળુભાઇ કાનગડ ભુરાલાલના મોટી બરાર ગામે આવેલા નિવાસ સ્‍થાન પાસે જીપ જેવી ગાડી લઇને નિકળેલ અને જાહેર રોડ ઉપર ગાડી ઉભી રાખી ભુરાલાલને અવાજ કરી બોલાવેલ

જેથી ભુરાલાલ તેની ગયા. જ્‍યાં નિર્મળએ કહ્યું કે, અકબર અને વિનોદ ઉર્ફે એભલ સામે કેસ ચાલુ છે તે પાછા ખેચી લે તને દોઢ-બે લાખ રૂપીયા અપાવી દે તેમ કહેતા ભુરાલાલે તેને કહેલ કે તારા સગા થાય છે.તો તેણે કહેલ કે તે મારી સાથે બેસવા વાળા અને મારા મળતીયા છે અને એભલ ભવાન અને અકબરે મને કહેલ છે કે તુ ભુરાલાલ ને સમજાવ જો કેસપાછા નહિ ખેચે તો.., અગાઉના બે બનાવમા બચી ગયો છે હવે નહિ બચે તેમ નિર્મળએ જણાવ્‍યુ હતું.

જેથી ભુરાલાલે તેને કહ્યું કે, હું કેસ પાછા નહિ ખેચુ. તેમ કહેતા આરોપી નિર્મળ એક્‍દમ ઉશ્‍કેરાઇ ગયેલ અને બીભત્‍સ ગાળો ભાંડી અનુ.જાતી પ્રત્‍યે અપશબ્‍દો બોલી જાતી પ્રત્‍યે અપમાનિત કરી કહ્યું કઁ.તુ કેશ પાછા ખેચી લેજે નહિતર હુ તને  જાનથી મારી નાખીસઁ તેમ ધમકી આપતા ભૂરાલાલે તેને પોલીસમા ફરિયાદ કરવાનુ કહેતા તે ગાડી લઇને જતો રહ્યો હતો. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

 

 

(1:59 pm IST)