Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી તુષાર ભાલોડીયા ઉપર ૪ શખ્‍સોનો હુમલો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨ : મોરબીમાં શનાળા નજીક યુવકની કારને આંતરી ચાર શખ્‍સોએ તેને ઢોરમાર માયો હતો. આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

મોરબીના ચાચાપર ગામે રહેતા તુષારભાઇ કેશવજીભાઇ ભાલોડીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી વરૂણ તથા અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે, તેઓ તેમની સ્‍વીફટ કાર જીજે-૩૬-એ.સી.-૭૭૭૩ લઇ તેમના કાકાના દીકરા કૌશિકભાઇ સાથે કારખાના ઉપર જવા નિકળેલ હતા. તેવામાં શનાળા મેલી માતાના મંદિર પાસે રોડ પર આવતા સાઇના રોડ ઉપરથી એક સફેદ કલરની કારમાંથી આરોપી વરૂણ અને અન્‍ય ત્રણ શખ્‍સો ઉતર્યા હતા. તેમના હાથમાં લોખંડની પાઇપ તથા લાકડાના ધોકા લઇને તુષારભાઇ ઉપર હુમલો કરતા તુષારભાઇને ઇજા થઇ હતી. છ મહિના પહેલા પિતરાઇ મિલનભાઇની રૂપિયાની ઉઘરાણી પ્રશ્‍ને ઇજાગ્રસ્‍ત તુષારભાઇએ વચ્‍ચે પી સમાધાન કરાવ્‍યુ હતું. તેનું મનદુઃખ રાખી હુમલો કર્યાનું જણાવ્‍યું છે. એ ડિવિઝન પોલીસને ચારેય શખ્‍સો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:32 pm IST)