Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબીમાં એમ્‍બ્‍યુલન્‍સમાં પ્રસુતિ

મોરબી : ગત તારીખ ૩૧ જાન્‍યુઆરીના રોજ રાત્રિના ૧૧ : ૦૦ વાગ્‍યાની આસપાસ બેલા (આમરણ) ગામમાં રહેતા આદિવાસી મહિલા સુરતીબેન ઘટાભાઈને પ્રસળતિ પીડા ઉપડી હતી. જેથી ૧૦૮ ટીમને જાણ કરતા મોરબી ૧૦૮ ટીમના ઇએમટી નિતેશભાઈ ભીમાણી, પાયલોટ ભાવેશભાઈ ગોસાઈની ટીમ તુરંત પહોંચી હતી અને સગર્ભા મહિલાને હોસ્‍પિટલ ખસેડવા તજવીજ આદરી હતી જોકે હોસ્‍પિટલ પહોંચાડવાનો સમય ના હોવાથી ૧૦૮ના આરોગ્‍ય કર્મી દ્વારા એમ્‍બ્‍યુલન્‍સમાં જ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી. ત્‍યારબાદ બાળક અને માતાને મોરબીની સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા હાલ બાળકને માતા બંને સ્‍વસ્‍થ છે તેવું ૧૦૮ ની ટીમ પાસેથી જાણવા મળ્‍યું છે.

(1:28 pm IST)