Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પોરબંદર જિલ્લામાં નાગરિકોને વ્‍યાજખોરોથી મુક્‍તિ માટે પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન

પોરબંદર,તા.૨ : ગુજરાત સરકારના માનનીય ગળહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સામાન્‍ય નાગરીકોને વ્‍યાજ ખોરોના ત્રાસમાંથી મુક્‍તત અપાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અંગે પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી, ગાંધીનગરનાઓની સુચનાથી દરેક જીલ્લાઓમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

 સામાન્‍ય નાગરીકોને વ્‍યાજખોરોની ચુગાલમાંથી મુક્‍તિ અપાવવા તેમજ નાણા ધીરધારના કાયદાથી માહિતગાર કરવા લોક જાગળતી માટે તથા પોલીસ અને પ્રજા વચ્‍ચે પરસ્‍પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશ્‍યથી  મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ,  જુનાગઢનાઓની અધ્‍યક્ષતામાં  ડો.રવિ મોહન સૈની  પોલીસ અધિક્ષકનાઓ દ્વારા તા.૪ સવારે ૧૦:૩૦ વાગ્‍યે પોલીસ હેડ ક્‍વાટર્સ, ડિસ્‍ટ્રીક તાલીમ કેન્‍દ્ર હોલ, ખાતે લોક જાગૃતિના હેતુથી લોકદરબારનું આયોજન કરેલ છે.

  આમ જનતાને વધતા જતા વ્‍યાજખોરોના ત્રાસ સામે કડક પગલા ભરવા અને વ્‍યાજખોરોના ત્રાસથી છુટવા તેમજ વ્‍યાજખોરીને લગતા પ્રશ્‍નોનું કાયમી નિરાકરણ લાવવાના ઉદ્દેશ્‍યથી આ લોકદરબારનું આયોજન કરે છે આ લોકદરબાર પધારવા યાદીમાં જણાવ્‍યું છે

(1:24 pm IST)