Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પોરબંદરના મહારાણા નટવરસિંહજીમાં આદર્શ રાજવી તરીકેના તમામ ગુણ હતા

મહારાણા ન્‍યાયપ્રિય ધર્મ પરાયણ અને પ્રજા વાત્‍સલ્‍ય રહેલઃ રાજવીના ક્રિકેટ પ્રેમને લીધે શહેરને દુલીપસિંહજી ક્રિકેટ સ્‍કુલની ભેટ મળી

 

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨ : સ્‍વર્ગસ્‍થ રાજવી મહારાણા નટવરસિંહજીનો રાજયાભિષેક તા.ર૬મી જાન્‍યુઆરી ૧૯ર૦ મહાસુદ પાંચમ વસંત પંચમીના દિને થયેલ ગાદી નશીન થયેલ. રાજયભિષેક શીતલા ચોક દરબારગઢમાં તા.૩૦ મી જુનના થયેલ પિતા ભાવસિંહજી અને માતા રામબા  સાથે થયેલ.

તેઓ ભાવનગરના રાજવી તખ્‍તસિંહના પુત્રી હતા. ડીસેમ્‍બર ૧૯૦૮માં પિતા ભાવસિંહજીનું અવસાન થતા નટવરસિંહજી ગાદી વારસ થયા. પરંતુ સગીર વયના અને અભ્‍યાસ કરતા હોય એડમીનીસ્‍ટ્રેટ શાસન આવ્‍યું. મહાસુદ વસંત પંચમી તા.ર૬ મી જાન્‍યુઆરીના ગાદી નશીન થયા બાદ લીંબડીના કુંવરી રૂપાળીબા સાથે તે જ વરસમાં કર્યા. રાજકુમાર કોલેજ ખાતે રાજકોટ ખાતે સિનીયર કેમ્‍બ્રીજનો અભ્‍યાસ પુરો કર્યો. એડમીનીસ્‍ટ્રેટર શાસનમાં કર્નલ લેલી એડમીનીસ્‍ટ્રેટર નિમાણા અને તેઓએ પોરબંદરનો કોટ તોડાવી નાખ્‍યા. માત્ર બે -એક કોઠા રાખેલ તે મામા કોઠાથી ઓળખાય છે. તેમાં મામા દેવનું સ્‍થાનક છે. પુજા આરતી થાય છે. હજારો ભકતોના શ્રધ્‍ધાના દેવ છે.

સ્‍વ. રાણા નટવરસિંહજી જેઠવા ગાદી નશીન થયાને ટુંકમાં બંગાલી ભારતના આદરણીય કવિ શ્રી રવિનાથ ટાગોર પોરબંદર રાજયના મહેમાન બન્‍યા આજે વર્તમાન ઇ.સ. ર૦ર૩ ની (અકસો) વરસ થયા. જેઓશ્રી રાજયના મ હેમાન થયા. નટવરસિંહ કલબ અને હજુર પેલેસ તેમના ફોટોગ્રાફસ હૈયાત છે.  જો કોઇ ચોક્કસ આધાર મળતો નથી. પરંતુ દંતકથા જુની પેઢીના વડીલો પાસેથી જાણવા મળે છે. તેઓ કરાંચી (પાકિસ્‍તાન)થી આવતા પોરબંદર સાગર કાંઠે ઉતરેલ.

પોરબંદરના સ્‍વર્ગસ્‍થ રાજવી સ્‍વ.નટવરસિંહજીની ગણના જે તે સમયે વર્તમાન સમય એક આદર્શ રાજવી અને પ્રજાવત્‍સલ્‍ય તેમજ ન્‍યાયપ્રીય ધર્મપરાયણ રાજવી તરીકે  કરવામાં આવે છે. સુદામા મંદિરના જીર્ણોધ્‍ધાર પોરબંદરના રાજવીની દેણ છે. મંદિર બનાવવા માટે સ્‍વ. મહારાણા કારચરસિંહના પિતા સ્‍વ. ભાવસિંહજી રાણાએ વિશાળ જમીન આપેલ. લોક ફાળાથી આ મંદિર બાંધવામાં આવેલ. પોરબંદરના દશાશ્રીમાળી વણીક મહાજન સ્‍વ.નેમીદાસ કલ્‍યાણજી તથા સ્‍વ.મોતીચંદ કપુર ચંદ ગાંધીએ જાતી દેખરેખ  જે તે સમયનું ચલણ -૧ એક કોરી યાને ચાર આના વર્તમાન પચ્‍ચીસ પૈસાની લોટરી કાઢી જનફાળાથી સુદામા મંદિરનું નિર્માણ કરી પુર્ણ બાંધેલ.

કાઠીયાવાડ રાજકીય પરીષદ સને ૧૯ર૮માં પોરબંદર ખાતે  મહારાણા મિલના કમ્‍પાઉન્‍ડમાં કાઠીયાવાડ રાજકીય પરીષદ ઠકકર બાપાના પ્રમુખ પદે મળેલ. તેમાં પૂ. મહાત્‍મા ગાંધીજી, અબ્‍બાસ તૈયબજી અને પોરબંદરના રાજવી સ્‍વ.નટવરસિંહજી ઉપસ્‍થિત રહેલા વ્‍યસનમુકિત અને ખાદી પ્રોત્‍સાહનની ત્‍યારની રાજવીએ શરૂઆત કરેલી. હરીજન હિતવર્ધક ટ્રસ્‍ટની સ્‍થાપના અને નરસંગ ટેકરી સામે આવેલ (હાલના) આંબેડકરનગરના વિશાળ કેમ્‍પસમાં ચરખા વણાટથી ખાદી કાપડ તૈયાર થઇ પેલેસ ઓફીસે આવતુ અને ત્‍યાં વિતરણ કરાતું.

સ્‍વ. રાણા નટવરસિંહજીનો શિક્ષણ પ્રત્‍યે અદભુત પ્રેમ હતો. પુર્વ  પ્રાથમીક માધ્‍યમીક શિક્ષણ આપતી રાજય દ્વારા ચાલતી કન્‍યા શાળા સને ૧૮૮૦માં સ્‍થપાયેલ.  સને ૧૯૧૮થી માધ્‍યમીક શાળામાં ચિત્રકલા સંગીત કલા સુથારી કામની તાલીમ આપતી હતી.

સ્‍વ. રાણા નટવરસિંહનો ક્રિકેટ પ્રેમ પણ અદભુત હતો. તા.રપ-ર૭-ર૮ જુન ૧૯૩રની ફર્સ્‍ટ ટેસ્‍ટ એમસીસી ટીમ સામે લોર્ડઝન ક્રિકેટ ગ્રાઉન્‍ડ લંડન ખાતે રમાનાર ભારતીય (હિન્‍દુસ્‍તાન) ટીમના પહેલા કેપ્‍ટન રાજવી નટવરસિંહજી હતા. તેઓએ કેપ્‍ટનનો ચાર્જ ટીમના વિશાળ હિતમાં સ્‍વ. સી.કે.નાયડુને સોંપેલ હતો. જાણવા મુજબ આજ પણ સ્‍મૃતી માટે નાયડુ ટ્રોફી રમાય છે.

સને ૧૯૪પ-૪૬ માં જગ વિખ્‍યાત પ્રિન્‍સ દુલીપના નામે એશીયા બેસ્‍ટ ક્રિકેટ સ્‍કુલ સ્‍થાપી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ વિજય મરચન્‍ટ પેવેલીયન અને ક્રિકેટના નિયમો માર્ગદર્શન આપતી પુસ્‍તીકા પણ રાજવી નટવરસિંહજીએ પ્રસિધ્‍ધ કરી.

દુલીપસિંહજી ક્રિકેટ સ્‍કુલ આજે પણ કાર્યરત છે. ક્રિકેટ પ્રેમીઓને તૈયાર કરે છે. હોસ્‍ટેલ વગેરેની સુવિધા પ્રાપ્ત છે. પરંતુ સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે જાળવણીનો અભાવ છે. રામભાઇ ઓડેદ્રા કોચ તરીકે સેવા આપે છે. નટવરસિંહજી સ્‍પોટસ કલબ પોરબંદર રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે રોડ, પાછળ સરદાર વલ્લભભાઇ પટેલ રોડ રેલ્‍વે સ્‍ટેશન રોડ ઉપર આવેલ છે.

જયારે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ વિજય મરચન્‍ટ પેવેલીયન પણ હૈયાત છે. પરંતુ જાળવણીનો અભાવ વરતાય છે. હાલ તેમાં ભાવસિંહજી વ્‍યાયામ શાળા ચાલે છે. બંન્ને મહત્‍વપુર્ણ ઇમારત મેદાનની જાળવણી જરૂરી છે.

સ્‍વ. રાજવી નટવરસિંહજીની ન્‍યાયપ્રિયતા જાણીતી છે. રાજવી કોર્ટ કચેરીમાં પુર્વ મંજુરી વગર અરજદારોને ન્‍યાય માટે રૂબરૂ મળી શકતા. રસ્‍તામાં પણ મોટરની ગતી એટલી ધીમી રહેતી કે તેઓને અરજી આપી શકાતી અને અનિવાર્ય કિસ્‍સામાં રસ્‍તામાં પણ અરજ ગુજારી શકાતી. તેઓને પાયલોટીંગ ન હતું. નિર્ભિક રીતે રજુઆત કરી શકાતી. કચેરીનું કામ પુર્ણ કરી સાંજના નગર ચર્યા જોવા જાણવા દર્શનાર્થે નીકળતા. મોટર પોતે હાંકતા મરકયુરી મોટર ઉપયોગ કરતા જે હાલ હૈયાત છે.

આરોગ્‍ય સેવા માટે ભાવસિંહજી હોસ્‍પીટલ રૂપાળીબા હોસ્‍પીટલ અને દાતા પરીવાર (પાડીયા)ના સહયોગથી ઉભી થયેલ છે. કોઇ પણ જાતની સારવાર દવા ઓપરેશનની ફી નહી. ફી વગર પ્રજાજનોને અને ગ્રામીણ વિસ્‍તારને સુવિધા પુરી પાડતા હતા. ઉપરાંતમાં વાડી પ્‍લોટ, કડીયા પ્‍લોટ, ગાયવાડા, ડિસ્‍પેન્‍સરી સુવિધા હતી. હાલ કાર્યરત છે. તેમ છતા પ્રજાવાત્‍સલ્‍ય ધરાવતા આ પ્રેમાળ રાજવીનો હત્‍યાનો પ્રયાસ સને ૧૯૪૩-૪પ વચ્‍ચે થયેલો. પોરબંદરના રાણાવાવ રાજકીય આશ્રય મેળવી બહારવટુ કરતા સીદીક યાને ઓસમાણ ઓસમાણીયાએ રાજખટપટના રાણાવાવ જામનગર રોડ રેલ્‍વે ફાટક એકાદ કિલોમીટર દુરની ટેકરી પર આડશમાં છુપાઇ હત્‍યાનો પ્રયાસ કરેલો. હાલ જગ્‍યા જાબુંત્રી ગાળાથી સુપ્રસિધ્‍ધ્‌    છે. પોરબંદર -છાયા સંયુકત નગર પાલીકાનો પાણીનો ફિલ્‍ટર પ્‍લાન આવેલ છે. ખંભાળા ફોદારા જળાશય તથા નર્મદા નીર ફિલ્‍ટર કરવામાં આવે છે.

(1:21 pm IST)