Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બાબરાના ઉંટવડ ગામે દોઢ માસ પહેલા હુમલો કરી નાસી ગયેલા ત્રણ આદિવાસી તસ્‍કરો ઝડપાયા

અમરેલી તા. ર : બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતા મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી ઉ.પપ ધંધો, ખેતી વાળા તા.૧૬/૧ર/ર૦રર ના રાત્રીના વાડીએથી પોતાના ઘરે આવતા પોતાના મકાનની ડેલી આગળ ત્રણ અજાણ્‍યા ઇસમો ડેલીનું તાળુ તોડતા હોય, જેથી તેઓને બોલો ભાઇ બોલો તેમ કહી ટપારતા આ ત્રણેય ઇસમો એકદમ કઇ પણ બોલ્‍યા વગર પાઇપ વતી જમણા હાથે મારેલ અને સાથેના બે માણસોએ પકડવા પ્રયત્‍ન કરતા ઝપા-ઝપી થતા તે લોખંડના પાઇપ વતી ફરી.ને ઉપરા ઉપરી (આડેધડ) ત્રણ ચાર ઘા માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી આ ત્રણેય અજાણ્‍યા આદિવાસી જેવા મજુર ઇસમો નાસી ગયેલ જે અંગે ફરીયાદ આપતા બાબરા પો.સ્‍ટે. ગુ.ર.નં. એ. ૧૧૧૯૩૦૦૮રર૦૯૩૮/ર૦રર આઇ.પી.સી. કલમ ૩રપ, ૩ર૩, ૩૮ર, ૪પ૪, ૪પ૭, ૧૧,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

જે અન્‍વયે બાબરા પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. આર.ડી.ચૌધરી તેમજ સર્વેલન્‍સ ટીમ દ્વારા સદરહુ ગુન્‍હાના અજાણ્‍યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ, શકદારોને ચેક કરવામાં આવેલ તેમજ ગુન્‍હા વાળી જગ્‍યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર ફરીયાદીના સગા, સબંધીઓની પુછપરછ કરી, આ ગુન્‍હો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્‍યા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. આરોપીઓ, ગુન્‍હાને અંજામ આપી નાસી જતી વખતે આરોપીઓ જે રસ્‍તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્‍તાઓ પરના સીસીટીવી કુટેજનો જીણવટ ભરી રીતે અભ્‍યાસ કરવામાં આવેલ. આ ગૂન્‍હો બનેલ તે વિસ્‍તારની તથા આજુ-બાજુના વિસતારની તમામ વાડીઓએકામ કરતા મજુરોની પુછપરછ કરવામાં આવેલ અને બનાવના સમયે તેઓની હાજરી કયાં હતી તે અંગે તપાસ કરવામાં આવેલ તપાસ દરમ્‍યાન સર્વેલન્‍સ ટીમે ટેકનીકલ સર્વેલન્‍સથી શકમંદ ઇસમોની ઉંટવડ તેમજ વાવડા ગામની સીમ વિસ્‍તારની વાડીઓમાં રહી ખેત મજુરી કામ કરતા ઇસમોની યુકતી-પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા કરતા તેઓએ આ ગુન્‍હાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

જેમાં (૧) રવી સન/ઓફ રડુસિંગ ભાંગડાસિંગ મેહડા ઉ.ર૦ ધંધો, મજુરી રહે ખનીઆંબા ગામ તા. કુકસી જિ. ધાર (એમપી)  હાલ રહે.ઉંટવડ ધોહાભાઇ વાલજીભાઇ જનની વાડીયે (ર) હિન્‍દુ સન/ઓફ નગરસિંગ હિરાસિંગ મહેડા ઉ.ર૭ ધંધો-મંજુરી રહે તરસીંગા ગામ તા. કુકસી જિ. ધાર (એમપી) હાલ રહે. ઉંટવડ જયસુખભાઇ રવજીભાઇ ખુંટની વાડીયે (૩) ગોલુ સન/ઓફ જોગડીયા તેરસીંગ અનારે ઉ.ર૧ ધંધો-મંજુરી રહે તરસીંગ ગામ તા.કુકસી. જિ. ધાર(એમપી) હાલ રહે વાવડા ભાવેશભાઇ ઉર્ફે ઘનશ્‍યામભાઇ વિઠ્ઠલભાઇ ભાયાણાની વાડીયેને ઝડપી લીધેલ છ.ેઉપરોકત કામગીરી બાબરા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આર.ડી.ચૌધરી તેમજ બાબરા પો.સ્‍ટેની સર્વેલન્‍સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. હેરમા તથા પો.કોન્‍સ. મહાવીરસિંહ બી.સીંધવ તથા પો.કોન્‍સ. રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્‍સ. ગોકુળભાઇ એમ. રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.

(1:20 pm IST)