Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સાવરકુંડલાઃ ઔદિચ્‍ય સહષા ઝાલાવાડી બ્રહ્મસમાજની ભારતીબા વાડીનુ લોકાર્પણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર : ભારતીબા વાડી-લીલીયા રોડ, દાદા ભગવાન મંદિર પાસે વાડીનું વાસ્‍તુપુજન મુખ્‍યદાતા દ્વારકેશભાઇ રમેશભાઇ ઠાકર તથા શ્રીમતી ખ્‍યાતિબેન દ્વારકેશભાઇ ઠાકર તથા મેનેજીંગ ટ્રસ્‍ટી રમેશભાઇ ઠાકર તથા એમ.જી.જોષી તથા પ્રભુભાઇ તનસુખભાઇ ઠાકર તથા ઉપપ્રમુખ અરિવંદભાઇ જાની તથા તમામ ટ્રસ્‍ટીગણો દ્વારા હવનમાં આહુતિ આપવામાં આવીઆ વાડીના નિર્માણમાં સૌ પ્રથમ પ્રેરણા આપનાર નિવૃત ડી.વાય.એસ.પી. સુભાષભાઇ રાવળ હતા

જે તે વખતે અમરેલીમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા હતા ત્‍યારે નિલેશભાઇ જાની (આગમન દૈનિક તંત્રી તથા ઝાલાવાડી બ્રહ્મસમાજના ટ્રસ્‍ટી અને સ્‍થાપકો તથા તનસુખભાઇ ઠાકર, અરવિંદભાઇ જાની તથા તમામ ટ્રસ્‍ટીઓના પ્રયત્‍નોથી વાડીનું કાર્ય પૂર્ણ થયેલ છ.ે

લોહાણા સમાજના પ્રમુખ અને તમામ સમાજના ભામાશા જીતુભાઇ સોમૈયા (ગોળવાળા)એ ભરતભાઇ સોનપાલ, તનસુખભાઇ ઠાકર પી.પી.જાની, અરવિંદભાઇ જાની, રમેશભાઇ, મહેતાભાઇ, ત્રવાડીભાઇ વાડીની જગ્‍યા માટે તેમની ઓફીસે ગયેલ તેઓએ એક પણ શબ્‍દ બોલ્‍યા વગર એ જગ્‍યા અમારા ટોકન ભાવે આપેલ હતી. જીતુભાઇએ સમાજના પ૦૦ ઉપર ઘરના આર્શીવાદ મેળવેલ છે જે રઘુવંશી સમાજનું ગૌરવ કહેવાય અમારા આમંત્રણને માન આપી લોકલાડીલા ધારાસભ્‍ય કૌશિકભાઇ વેકરીયા, ઉપદંડ વિધાનસભા ગુજરાત સરકારમાં ખાસ સમય કાઢી હાજર રહ્યા હતા દિપપ્રાગટય કર્યા બાદ તેઓએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે તમારી જ્ઞાતિની વાડીમાં મારા જે કાંઇ સહકારની જરૂર હશે તે હું આપીશ અને તમારા બ્રાહ્મણોના આર્શીવાદથી ચુંટાઇને આ પદ પર છું જીતુભાઇ ગોળવાળા લોહાણા જ્ઞાતિ રત્‍ન તરીકે અમારી જ્ઞાતીઓ સન્‍માન કરેલ છે એમ.જી. જોષી વરસો જુનુ સપનુ તમામના સહકારથી પુર્ણ થયેલ છે જે નાગનાથ મંદિરની અસીક કૃપા ગણાય તે અરવિંદભાઇ જાનીની યાદી જણાવે છે

(1:19 pm IST)