Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જુનાગઢ બી ડીવીઝનના પોલીસ કોન્‍સ. વનરાજસિંહ ચુડાસમાને ડીજીના હસ્‍તે ઇ કોપ એવોર્ડ એનાયત

જુનાગઢ : બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં પોલીસ કોન્‍સ. તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ બનેસિંહ ચુડાસમાને પોકેટ કોપનીવાહન સર્ચ અને આરોપી સર્ચ એપ્‍લીકેશનના ઉપયોગ કરી જુનાગઢ તથા પોરબંદર જિલ્લાના વાહનચોરીના ૬ ગુનાઓ ડીટેકટ કરી ૭ મો સા રિકવર કરી આરોપીઓની ધરપકડ કરેલ અને રૂપીયા ૧,૪પ,૦૦૦નો મુદામાલ રિકવર કરેલ આધુનિક ટેકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્‍કૃષ્‍ઠ કામગીરી માટે ઇ કોપ એવોર્ડ પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાના હસ્‍તે એનાયત કરવામાં આવેલ. ઉપરોકત તસ્‍વીરમાં શ્રી ભાટીયા પાસેથી એવોર્ડ સ્‍વીકારતા વનરાજસિંહ ચુડાસમા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(1:17 pm IST)