Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

માંગરોળના શેરીયાઝ ગામનાબે બૂટલેગર પાસા હવાલે

જુનાગઢ તા. ર :.. માંગરોળ તાલુકાના શેરીયાઝ ગામના પ્રોહી. બુટલેગર (૧) વિજયભાઇ સ. ઓ. રામભાઇ બાવનભાઇ ખાંભલા ઉ.૩૦ તથા (ર) નારણ ઉર્ફે ભરત સ. ઓ. રામાભાઇ ખાંભલા ઉ.૩૪ રહે. બન્ને રહે. શેરીયાઝ, વાડી વિસ્‍તાર કોળી સમાજની બાજુમાં તા. માંગરોળ વાળાઓ વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્‍ટ ઇસ્‍યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે. એચ. સિંધવ, તથા ઇ.ચા. પો. ઇ. જે. જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો. સ. ઇ. ડી. કે. ઝાલા તથા પો. સ્‍ટાફ વોચ તપાસમાં હતા દરમ્‍યાન એ. એસ. આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેઙ કો. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ તથા પો. કો. દિપકભાઇ બડવાને હકિકત મળેલ કે સદર પાસા વોરન્‍ટના આરોપીઓ હાલ શેરીયાઝ ગામે આવેલ તેના રહેણાંક મકાને હોવાની બાતમી આધારે તપાસ કરતા હાજર મળી આવતા અટક કરી અનુક્રમે સેન્‍ટ્રલ જેલ, અમદાવાદ તથા સેન્‍ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇ. જે. એચ. સિંધવ, તથા માંગરોળ મરીન પો. સ્‍ટે.ના પો. ઇ. એસ. એન. સાટી તથા પો. સબ. ઇ. જે. જે. ગઢવી, ડી. કે. ઝાલા તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના એ. એસ. આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેઙ કો. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ, પો. કો. દિપકભાઇ બડવા તથા વરજાંગભાઇ બોરીચા તથા વુ. પો. કો. રાજેશ્રી દિવરાણીયા તથા માંગરોળ મરીન પો. સ્‍ટે. પો. કો. સંજયભાઇ પુંજાભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:58 pm IST)